કોઈ બીજાની ભૂલના કારણે પરિવાર 6 વર્ષનો દીકરો ગુમાવ્યો, દિવાળીની ખુશીઓમાં માતમ છવાઈ ગયો – રાઠોડ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું…

Published on: 11:48 am, Fri, 28 October 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ઘણી વખત તમે એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે. જેમાં એક જણાની બેદરકારીના કારણે અન્ય લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. ત્યારે ડીસામાં રવિવારના રોજ સાંજના સમયે તેવી જ એક ઘટના બની હતી.

ડીસાના બનાસકુલ નજીક રવિવારના રોજ સાંજના સમયે અજાણ્યા વાહન ચાલકે રિક્ષાને પાછળથી જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આ અકસ્માતની ઘટનામાં આખોલ ગામના 6 વર્ષના માસુમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ ગંભીર અકસ્માતની ઘટનાની જાણ મૃતક બાળકના પરિવારજનોને થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. રવિવારના રોજ સાંજના સમયે ડીસાના હાઇવે ઉપર આવેલા બનાસકુલ નજીક એક રીક્ષા ચાલક મુસાફરોથી ભરેલી રીક્ષા લઈને જઈ રહ્યો હતો. ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે રિક્ષાને પાછળથી જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કરના કારણે રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં રિક્ષામાં સવાર આખોજ ગામના 6 વર્ષના વિજયસિંહ રાઠોડ નામનો બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ કારણોસર તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. માત્ર 6 વર્ષના દીકરાનું મૃત્યુ થતાં રાઠોડ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

આ ગંભીર અકસ્માતની ઘટનામાં અન્ય ત્રણ મુસાફરો પણ ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે તાત્કાલિક 108ની મદદ થી ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટના બન્યા બાદ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.

ઘટનાની માહિતી મળતા પોલીસ પણ તાત્કાલિક પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. મૃત્યુ પામેલા બાળકને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું અને સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "કોઈ બીજાની ભૂલના કારણે પરિવાર 6 વર્ષનો દીકરો ગુમાવ્યો, દિવાળીની ખુશીઓમાં માતમ છવાઈ ગયો – રાઠોડ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું…"

Leave a comment

Your email address will not be published.


*