આપણો ભારત દેશ લોકશાહી છે કે જ્યાં લોકો દ્વારા, લોકો થકી શાસન ચાલે છે.એવામાં આજે આપણે વાત કરીશું તો આજના ઘણા શહેરોથી વધુ ગામડાઓ વિકસિત બની ગયા છે. ત્યારે ગાંધીબાપુ હંમેશા કહેતા આવ્યા હતાં કે ભારતનું ભવિષ્ય ગામડાઓમા ધબકે છે. તેથી આજે ભારતના બધા રાજ્યોમાં ગામડાંઓમાં અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ બન્યાં અને વિકસિત પણ કરવામાં આવી રહ્યા છે.
એમાં આપણે સૌ જાણીએ છીએ કે ગામમાં સૌથી મહત્વનો ફાળો એટલે સરપંચ. સરપંચ દ્વારા જ ગામનો વિકાસ કરવામાં આવી રહ્યો હોય છે. સરપંચ થકી જ ગામના કામો કરવામાં આવે છે. અત્યારે વાત કરીશું હાલ લોકો દ્વારા જે વ્યકિત ચૂંટાય છે એ વ્યક્તિ સત્તા પર આરૂઢ થાય છે. પછી દરેક ગામના સરપંચ પોતાના ગામનો વિકાસ કરવા માટે અવનવા પ્રયત્નો કરતા રહે છે અને ગામને વિકાસશીલ બનાવે છે.
તેમાં સૌથી મહત્વનો ફાળો ગામના સરપંચનો જ હોય છે. હાલ તો જ્યારે સરપંચની ચૂંટણી આવી હતી તેમાં એક જુવાન થી લઈને વૃદ્ધ લોકો વિજય થયા અને સરપંચ બન્યા હતા. તેમાં સૌથી વધુ નાની વયમાં, ખૂબ જ મધ્યમ વર્ગના હોવા છતાં પણ તેવા લોકોના વ્યક્તિત્વ અને સ્વભાવના લીધે પોતાના ગામના સરપંચ તરીકે પસંદગી થઈ હતી.
તેવામાં આજે આપણે એવી જ ઈમાનદારીથી દાખવનાર સરપંચ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેનાથી બધા જ લોકોને પ્રેરણા લેવા જેવી છે. વિસ્તૃતમાં વાત કરીશ તો ગુજરાતના અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના પીપળીયા ગામમાં આ વર્ષે પંચાયત ચૂંટણી યોજાઈ હતી. જેમાં લોકોએ સંપૂર્ણ વિશ્વાસ સાથે એક ગામના વયોવૃદ્ધ એવા છગનભાઈ શિંગાળાની સરપંચ તરીકે નિમણૂક કરી હતી.
બધા જ લોકોનો છગનભાઈ પર વિશ્વાસ એવો હતો કે તેઓ જનસેવા માટે સતત કાર્યશીલ રહેતા છે તેથી જ તેમની નિમણૂક થઈ છે ત્યારે આ પીપરીયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં છગનભાઈ વાળા કે જેઓ 500 લીડ થી જીત થઈ છે. ગામના લોકો કહે છે કે તેઓ હંમેશા જનસેવા માટે તૈયાર હોય છે.
આ ગામના સરપંચ એવા છગનભાઈ શિંગાળા એક સાદગી વ્યક્તિત્વ ધરાવે છે તેઓ કર્મયોગીની ગામનું સુકાન શોપિંગ માત્ર અમરેલી જિલ્લામાં જ નહિ પરંતુ સમગ્ર ગુજરાતમાં ઉત્તમ પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. આજના જમાનામાં પણ તેઓ ઇમાનદારીપૂર્વક પોતાના ગામનો સારું ઇચ્છતા એવા સરપંચ તરીકે નિમણૂક થઈ છે, ત્યારે તેઓ ખુદ સફાઈકર્મી બનીને સમગ્ર ગામની સફાઇ કરવાનો કામ કર્યું અને સૌ કોઈ લોકોને પ્રેરણા આપી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment