આ 70 વર્ષના વૃદ્ધ માજી પોતાના ઘરના કામ માટે 50 રૂપિયાના ચોખા વેચીને કલેકટર ઓફિસ પહોંચ્યા, ઘરે જવા માટે માજી પાસે પૈસા ન હતા, ત્યારે એક યુવકે કરી એવી મદદ કે…

Published on: 6:26 pm, Thu, 23 June 22

આપણે સૌ જાણીએ છીએ કે આજના યુગમાં જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે, ત્યારે ઘરના બધા જ સભ્યોને કામ કરીને પોતાનું જીવન ચલાવવું પડતું હોય છે.તેવામાં આજે આપણે એક એવા જ કિસ્સા વિશે વાત કરીશું જે જાણીને સૌ કોઈની આંખો ભીની થઈ જશે. એ 70 વર્ષની વૃદ્ધ મહિલા કે જેના વિશે જાણશો તો તમે પણ ભીની આંખે રડી પડશો.

આ મહિલા છત્તીસગઢની રહેવાસી છે. જે ખૂબ જ ગરીબ વર્ગમાંથી આવે છે અને તેની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. એટલું જ નહીં પરંતુ પોતાના ઘરનું સમારકામ કરાવવા માટે તેને ઘરે ઘરે ભટકીને મદદ માંગી રહ્યા છે. વાત કરીશું તો તેમનો પરિવારનું ગુજરાન ચલાવવા માટે ખૂબ જ મુશ્કેલ ભર્યું બની ગયું છે. ત્યારે આ વૃદ્ધ મહિલાની કોઈ મદદ કરવા તૈયાર નથી.

એટલું જ નહીં પરંતુ આ વૃદ્ધ મહિલાની કોઈ માણસ વાત પણ સાંભળતું નથી. છેવટે આ વૃદ્ધ મહિલાએ 50 રૂપિયાના ચોખા વેચ્યા અને કલેકટર સુધી પહોંચી હતી. તેવામાં ત્યાં તેણે કલાકો સુધી રાહ જોઈ છતાંય તેમને ત્યાંથી પણ કોઇ મદદ મળી ન હતી. તેણે કલેકટર સુધી પહોંચવા માટે પણ કેટલાય સંઘર્ષો કર્યા છતાંય ત્યાંથી તેને કોઈ જવાબ મળ્યો ન હતો અને અંતે થાકીને પાછી ઘરે જવા નીકળી ત્યારે એ વૃદ્ધ મહિલા પાસે ઘરે જવા માટે પૈસા પડ્યા હતા.

એક યુવક ત્યાંથી પસાર થયો ત્યારે તેને ખબર પડી કે આ વૃદ્ધ મહિલા ખૂબ જ મુશ્કેલીમાં આવી ગઈ છે ત્યારે તે સીધો તેમની પાસે પહોંચ્યો. યુવકે વૃદ્ધ મહિલાને પૂછ્યું કે તમને શું તકલીફ છે ત્યારે એ મહિલાની વાત જાણીને એ યુવક પણ ભાવુક થઈ ગયો હતો.અંતે મહિલાને ઘરે જવાની એ યુવકે બધી જ વ્યવસ્થા કરી આપી.

એટલું જ નહીં પરંતુ જો આ યુવક એ વૃદ્ધ મહિલાઓની મદદ કરવા ન આવ્યો હોત તો આ ગરીબ મહિલા આખા શહેરમાં આમથી તેમ ભટકી હોત અને તેમની મદદ માટે કોઈ આવેત જ નહીં. વાત જાણે એમ છે કે આ મહીલા બિલાસપુર જિલ્લાના જેતપુર વિધાનસભા ક્ષેત્રના કપાસિયા ગામની રહેવાસી છે. તે મહિલાને એક દિવ્યાંગ દીકરો અને તેમના પૌત્ર પણ તેમની સાથે જ રહે છે.

એક સમયે તેમના પરિવારની સ્થિતિ ખૂબ જ ખરાબ બની ગઈ હતી અને ખાવાપીવાના પણ ફાંફા પડી રહ્યા હતા. અંતે એ વૃદ્ધ મહિલા કંટાળીને બીજાના ઘરે જઈને મદદ માંગ કરી રહી હતી. પરંતુ કોઇ મદદે ન આવ્યો અને અંતે તેણે થોડા ઘણા ચોખા વેચીને પોતાનું ગુજરાન ચલાવતી હતી, ત્યારે ખરેખર આવા વ્યક્તિઓને મદદ કરવામાં આવે તો એ પણ એક પુણ્ય નું જ કામ કહી શકાય.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ 70 વર્ષના વૃદ્ધ માજી પોતાના ઘરના કામ માટે 50 રૂપિયાના ચોખા વેચીને કલેકટર ઓફિસ પહોંચ્યા, ઘરે જવા માટે માજી પાસે પૈસા ન હતા, ત્યારે એક યુવકે કરી એવી મદદ કે…"

Leave a comment

Your email address will not be published.


*