આપણે સૌ જાણીએ છીએ કે બધાનું જીવન સરખું નથી હોતું. તો કેટલાય લોકોનું જીવન સુખમય રીતે પસાર થઈ શકતું હોય છે, તો કેટલાક લોકોના જીવનમાં તો સુખ નામની વસ્તુ જ આવતી નથી. એવામાં ઘણા લોકો એવા હોય છે કે જેઓ બધી જ મુશ્કેલીઓનો સામનો કરીને પોતાનું જીવન જીવી જતા હોય છે, ત્યારે આજે આપણે એક એવા જ વ્યક્તિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેણે પોતાના જીવનમાં આવેલી બધી જ મુશ્કેલીઓનો સામનો કર્યો છે.
વાત જાણે એમ છે કે એક દિવ્યાંગ વ્યક્તિ જેનું નામ ભાણજીભાઈ જેઓ રસ્તા પર નાની-નાની વસ્તુઓ વેચીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેમના પરિવાર વિશે વાત કરીશું તો તેમના પરિવારમાં તેમના નાના ભાઈ અને તેમની સાથે જ તેઓ તેમના પરિવારમાં રહે છે હાલ તો તેઓ સુરતમાં રહે છે.
તેઓ દિવ્યાંગ હોવાથી બીજું કંઈ કામ કરી શકતા નથી. પરંતુ તેઓ બેસીને નાની નાની વસ્તુઓ વહેંચે છે અને આત્મ નિર્ભર બનીને પોતે જ મહેનત કરી થોડા ઘણા પૈસા કમાય છે.એટલું જ નહીં પરંતુ તેઓ બંને પગે દિવ્યાંગ છે અને તેથી તેમને ઘણી બધી મુશ્કેલીઓ પડે છે.
છતાં તેઓ હિંમત હારતા નથી અને રસ્તા પર બેસીને નાની નાની વસ્તુઓનું વેચાણ કરે છે. ક્યારેક તો તેઓ ઘણી બધી તકલીફો બેઠે છે અને જ્યાં તેઓ વેચવા બેસે છે. ત્યાં તો ઘણીવાર તેમને વધારે બેસવા પણ નથી દેતા.એવામાં જ તેઓ દિવ્યાંગ હોવાથી રસ્તા પર જ કામ કરી રહ્યા છે અને એક વર્ષથી નહીં પરંતુ છ છ વર્ષથી તેઓ રસ્તા પર કામ કરી રહ્યા છે.
ત્યારે તેમની હિંમતને દાવ દેવો જોઈએ કે તેઓ દિવ્યાંગ હોવા છતાં પણ હાર માનતા નથી અને મહેનત કરતા રહ્યા છે. હાલ તો તેઓ પોતાના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેઓ સવારથી સાંજ સુધી મહેનત કરે છે તો માત્ર 200 થી 300 રૂપિયાનું કામ કરે છે.
તેઓ બીમાર છે છતાંય હાર માન્ય વગર મહેનત કરતા રહ્યા છે, ત્યારે ઘણા વ્યક્તિઓ આવા હોય છે કે જેઓ પોતાના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરતા રહ્યા છે. ઘણીવાર ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જેમાં વ્યક્તિ પોતે કામ કરવા સક્ષમ નથી.
છતાં પોતાનું ગુજરાત ચલાવવા માટે ગમે તેમ કરીને મહેનત કરતા હોય છે અને પરિવાર ચલાવતા હોય છે. ત્યારે આજે આ વ્યક્તિ તેમના ભાઈ સાથે રહે છે અને ઘણા દિવસો સુધી તેઓ એમનેમ પણ બેસી રહે છે. આવા ગરીબ લોકોની મદદ કરવાની ઈચ્છા થાય તો આ નંબર પર કોલ કરો-7600 900 300
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment