અરે બાપ રે આ શું…! અંકલેશ્વરના આ વ્યક્તિને 25.94 લાખ રૂપિયાનું લાઈટ બિલ આવ્યું, લાઈટ બિલ જોઈને આખો પરિવાર ચોકી ઉઠ્યો…

Published on: 3:14 pm, Sun, 3 July 22

આપણે સૌ જાણીએ છીએ કે ઘણા લોકો તેમના જીવનમાં નાની મોટી ભૂલો કરતા જ હોય છે. પરંતુ ઘણીવાર એવી ભૂલો થઈ જાય છે કે જે ખૂબ મોટી ભૂલ સાબિત થતી હોય છે. એવામાં જ આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની મોટી ભૂલ કે જે સાંભળીને સૌ કોઈ લોકો આશ્ચર્યચકીત થઈ જશો.

વાત જાણે એમ છે કે આ દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ એક ગ્રાહકને 25 લાખ રૂપિયા નો મોટો વીજ બિલ આપ્યો. જે સાંભળીને એ પરિવારને પગ નીચેથી જમીન સરકી ગઈ. અંકલેશ્વરના ભડકોદરા ગામે બનેલો એ કિસ્સો કે જેમાં સમૃદ્ધિ પાર્ક સોસાયટીમાં રહેતો એક ગ્રાહક દિનેશભાઈ કે જેઓ 22 જુને તેમના ઘરે હતા.

તે દરમિયાન બિલ રીડર તેમના ઘરે આવ્યા હતા અને બીલ ફાડ્યું હતું. જણાવતા કહીશ તો જ્યારે દિનેશભાઈ દ્વારા એ બિલ જોવામાં આવ્યું ત્યારે એ દિનેશભાઈની આંખો પણ પહોળી થઈ ગઈ હતી અને સૌ કોઈ લોકો જાણીએ છીએ કે સામાન્ય રીતે લાઈટ બિલ વધારેમાં વધારે ત્રણ હજાર રૂપિયા આવતું હોય છે.

પરંતુ આ લાઈટ બિલ એટલું આવ્યું કે સૌ કોઈ લોકોને આંખો પણ પહોળી થઈ ગઈ હતી. આ દિનેશભાઈ ને બે મહિનાનું લાઈટ બિલકુલ 25.94 લાખ રૂપિયા આવ્યું છે. સાંભળતાની સાથે જ પરિવાર વિચારમાં પડી ગયો હતો. તેથી તેઓ તરત જ વીજ કચેરી ગયા અને ત્યાં જઈને આગળની તપાસ ચાલુ કરાવી હતી.

જ્યારે વીજ કચેરીઓ દ્વારા એ બિલની તપાસ કરવામાં આવી ત્યારે તેમને નવું બિલ આપવાનું નક્કી કરાયું હતું અને ગ્રાહક પાસે તેમની ભૂલ સ્વીકારીને માફી માંગી અને નવું બિલ બનાવી આપ્યું હતું. ક્યારેક ક્યારેક આવી નાની મોટી ભૂલોના કારણે લોકોને વિચારતા કરી દે છે એવો જ કિસ્સો આ સાબિત થયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અરે બાપ રે આ શું…! અંકલેશ્વરના આ વ્યક્તિને 25.94 લાખ રૂપિયાનું લાઈટ બિલ આવ્યું, લાઈટ બિલ જોઈને આખો પરિવાર ચોકી ઉઠ્યો…"

Leave a comment

Your email address will not be published.


*