એક જ પરિવારના ચાર સભ્યોના મૃત્યુ : બાઈક પર સવાર થઈને ઘરે જઈ રહેલા 4 લોકોને બેકાબુ બસે લગાવી જબરદસ્ત ટક્કર, ચારેય લોકોના ઘટના સ્થળે કરુણ મૃત્યુ…

Published on: 3:55 pm, Sun, 3 July 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી કે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક બે કાબુ બસ ચાલે કે બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. અકસ્માતના પગલે બે મહિલાઓ, એક બાળકી અને બાઇક સવાર યુવકનું મૃત્યુ નીપજો છે. આ અકસ્માતની ઘટના આજરોજ વહેલી સવારે બની હતી ચાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના લખીમપૂર ખેરીમાં બની હતી. અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઉપરાંત ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઉપરાંત મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા છે. આ અકસ્માતની ઘટના બન્યા બાદ બસ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં 22 વર્ષીય સરવન યાદવ, તેની માતા, 4 વર્ષે દીકરી લકી અને 30 વર્ષે ભાભી પ્રજ્ઞાદેવીનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.

મળતી માહિતી અનુસાર આ ચારેય લોકો બાઈક પર પોતાના સંબંધીના ઘરેથી પરત આવી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં એક ખાનગી બસે બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. બસની ટક્કરના કારણે બાઇક બે કાબુ બનીને ખાડામાં પડી હતી. અકસ્માતની ઘટનામાં બાઇક પર સવારે ચારેય લોકોને ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યા હતા.

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની જાણ મૃતકોના પરિવારજનોને થતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

એક જ પરિવારના ચાર સભ્યોના મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર બે બસ એકબીજાને ઓવરટેક કરી રહી હતી. આ દરમિયાન એક બસ બે કાબુ થઈ ગઈ હતી અને બસે બાઈકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ કારણસર આ ગંભીર અકસ્માતની ઘટના બની હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "એક જ પરિવારના ચાર સભ્યોના મૃત્યુ : બાઈક પર સવાર થઈને ઘરે જઈ રહેલા 4 લોકોને બેકાબુ બસે લગાવી જબરદસ્ત ટક્કર, ચારેય લોકોના ઘટના સ્થળે કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*