દીકરીનું પરિવાર કરોડપતિ હોવા છતાં પણ માતાએ ભીખ માંગીને દીકરીના અંતિમ સંસ્કાર કર્યા, કારણ માત્ર એટલું જ હતું કે…

Published on: 11:23 am, Tue, 28 June 22

થોડાક દિવસ પહેલા એક દર્દનાક ઘટના બની હતી. આ ઘટનામાં મોટી બહેનના મૃત્યુ બાદ 10 વર્ષની મોટી બહેનને અગ્નિદાહ આપે છે. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર તમામ લોકો રડી પડ્યા હતા. સમગ્ર ઘટનાને લઇને વિસ્તૃતમાં વાત કરીએ તો, મધ્યપ્રદેશના ડિંડોરી જિલ્લામાં રહેતા એક કરોડ પતી પરિવારે થોડાક સમય પહેલા તેના ઘરની વહુ અને બાળકોને ઘરની બહાર કાઢી મુક્યા હતા.

મળતી માહિતી અનુસાર કરોડપતિ પરિવારે મિલકતના વિવાદોના કારણે વર્ષો પહેલા તેમની પુત્રવધુ અને તેના બાળકોને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. ત્યારબાદ પુત્રવધુ પોતાના બાળકોનું પેટ ભરવા માટે મજૂરી કામ કરતી હતી. આ દરમિયાન પરિવારની દીકરી પૂજા સોની બીમાર પડી ગઈ હતી અને તે જીલ્લાની હોસ્પિટલમાં જિંદગી અને મૃત્યુ વચ્ચે ઝઝુમી રહી હતી.

ત્યારે પણ કરોડપતિ પરિવારના કોઈપણ સભ્ય દીકરીની સંભાળ લેવા આવ્યા નહીં. આ ઘટનામાં ગત મંગળવારના રોજ સાંજના સમયે સારવાર દરમિયાન દીકરી પૂજાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. દીકરીના મૃત્યુ બાદ પરિવારના લોકોએ મોઢું જ ફેરવી લીધું હતું. સમગ્ર ઘટનાને લઇને જાણવા મળ્યું કે, પ્રદીપ નામના યુવકના લગ્ન બાદ તેને ચાર બાળકો હતા.

10 વર્ષ પહેલા પ્રદીપ નું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. પ્રદીપના મૃત્યુ બાદ પ્રદીપના પરિવારના લોકોએ પુત્રવધુ સાથે સંબંધ તોડી નાખ્યા હતા. મળતી માહિતી અનુસાર પ્રદીપના મૃત્યુ બાદ તેના બે બાળકોના પણ કરુણ મૃત્યુ થયા હતા. ત્યાર બાદ પત્ની અલ્કા પોતાની બે દીકરીઓ સાથે રહેતી હતી. દીકરીઓનું પેટ ભરવા માટે અલ્કા મજૂરી કામ કરતી હતી.

મળતી માહિતી અનુસાર લગભગ એક વર્ષ પહેલા અલ્કાએ પોતાની દીકરી પૂજાના લગ્ન કરાવ્યા હતા હતા. પરંતુ લગ્ન બાદ તેનો જમાઈ તેની દીકરી પૂજાને છોડીને ચાલ્યો ગયો હતો. ત્યારબાદ પૂજા બીમાર રહેવા લાગી હતી. તેથી માતા પૂજાની સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈ ગઈ હતી. જ્યાં સારવાર દરમિયાન પુછાય પોતાનો જીવ ગુમાવ્યો હતો.

દીકરીના મૃત્યુ બાદ અલ્કાએ પોતાના સાસરીયાઓ સામે મદદ માટેનો હાથ લાંબો કર્યો હતો. પરંતુ સાસરિયાઓ માંથી કોઈપણ મદદ માટે સામે આવ્યો નહીં. અલ્કાએ જણાવ્યું કે, મારા પતિના 11 ભાઈઓ છે. જે લોકો પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે. પરંતુ હું બીજી જ્ઞાતિની હોવાથી તે લોકોએ મને ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી અને મારા ભાગનું મિલકત પણ લઈ લીધી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દીકરીનું પરિવાર કરોડપતિ હોવા છતાં પણ માતાએ ભીખ માંગીને દીકરીના અંતિમ સંસ્કાર કર્યા, કારણ માત્ર એટલું જ હતું કે…"

Leave a comment

Your email address will not be published.


*