આપણે સૌ હિંદુ ધર્મની પરંપરાઓ જાણીએ છીએ.તે મુજબ હજુ પણ એવી પરંપરાઓ છે કે જેમાં અમુક કાર્યો માત્ર દિકરાઓ જ કરે છે. પરંતુ પરિવારની પરિસ્થિતિને ધ્યાને લઈને ઘરમાં આવી પરંપરાઓ હાલતના હિસાબે તૂટતી જોવા મળતી હોય છે. ત્યારે એવા અમુક કિસ્સાઓ સામે આવતા હોય છે કે જેમાં દીકરીઓ પણ અંતિમ યાત્રા કરવા મજબૂર બનતી હોય છે.
આજે આપણે એક એવા જ કિસ્સા વિશે વાત કરીશું કે જે યુપીના ઝાંસી જિલ્લામાં બન્યો છે કે જ્યાં પોતાના પિતાની અર્થીની કાંધી લઈ ને ચાર દિકરીઓ અંતિમ સંસ્કાર કરવા પહોંચી. એ દૃશ્યમાં પિતાના મોતની સુચના મળતા જ ચાર દિકરીઓ પુત્રની ફરજ નિભાવવા માટે પિતાને ઘરે લાવ્યા હતા અને તેમના મૃતદેહને અંતિમ સંસ્કાર કરવા માટે સ્મશાને પહોંચી હતી.
વિસ્તૃતમાં જણાવતા કહીશ તો નવાબાદ થામાં વિસ્તારના ડડિયા પુર ગલ્લા મંડી ના રહેવાસી એવા ગૌરી લાલ સહુનો શુક્રવારના રોજ હાર્ટ એટેક આવવાથી મોત નીપજયું હતું. એમને કોઈ દીકરો હોવા છતાં તેમની ચાર દિકરીઓએ પુત્રની ફરજ અદા કરવા માટે તેમના પિતાને ઘરે લાવી તેમની અંતિમ વિદાય આપીને ભીની આંખે રડી પડી હતી. ત્યારે એ દૃશ્ય જોઈને સૌ કોઈ લોકો આંખમાં આંસુ આવી ગયા.
એટલું જ નહીં પરંતુ પુત્રની જગ્યાએ આ ચાર દીકરીઓ એ તેમના પિતાની અર્થી અને વિધિવિધાન સાથે સ્મશાન ગૃહ સુધી લઈ ગઈ અને હિન્દુ પરંપરા મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, ત્યારે કહેતાં પણ અચૂક નવાઈ લાગશે. ત્યારે જણાવતા કહીશ તો તેમના પિતાને મુખાગ્નિ આપીને અંતિમ સંસ્કાર કર્યા, ત્યારે ત્યાં રહેલા દરેક લોકો દંગ થઈ ગયા.
કારણ કે દીકરાની ફરજ અદા કરતી આ ચાર દીકરીઓ એ તેમના મૃતક પિતાને મુખાગ્નિ આપી. ત્યારે મીડિયા દ્વારા મૃતક પિતાની દીકરીઓને પૂછવામાં આવ્યું હતું, ત્યારે મીડિયાએ પૂછ્યું કે ભાઇ હોવા છતાં તમે લોકોએ પિતાની અર્થીને કાંધ કેમ આપી? ત્યારે તેનો જવાબ આપતાં જણાવ્યું કે તેનો ભાઈ પિતા સાથે ખૂબ જ ઝઘડો કરતો હતો.
તે માટે અમે ચારે બહેનોએ પિતાની સારસંભાળ રાખી હતી. અને છેવટે પિતાનું અવસાન થયું. તો અમે બંનેએ નક્કી કર્યું કે ભાઈને પિતાના મૃતદેહને હાથ પણ લગાવવા નહીં દઈએ. અને અમે ચારે બહેનોએ મળીને પિતાની અંતિમ સંસ્કાર ની રસમ નિભાવી. આવું બોલતા સાંભળીને ત્યાં રહેલા દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના જૂની છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment