બે બાળકો પિતા વગરના થઈ ગયા : સોમનાથ-ભાવનગર ફોરટેક હાઇવે પર નોકરી પરથી ઘરે જઈ રહેલ યુવાનને રસ્તામાં નડ્યો અકસ્માત – યુવાનનું કરૂણ મૃત્યુ…

Published on: 11:56 am, Mon, 2 May 22

ગુજરાતમાં આજકાલ અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે સોમનાથ-ભાવનગર ફોરટ્રેક હાઈવે પર માલગામ નજીક બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતની ઘટનામાં એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા યુવાનના પરિવારજનોએ હાઇવેના જવાબદાર અધિકારીઓ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી અનુસાર 26 એપ્રિલના રોજ કોડીનાર ગામના માલગામ નજીક આ અકસ્માતની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટનામાં મનસુખભાઈ જાદવભાઈ સોલંકીનું કરૂણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર મનસુખભાઈ દીવ હોટલ માંથી નોકરી કરીને કોડીનાર આ તરફ આવી રહ્યા હતા.

ત્યારે તેમને રસ્તામાં અકસ્માત નડયો હતો. અકસ્માતની ઘટના બની ત્યારે તેમની સાથે અન્ય એક યુવક પણ હાજર હતો. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં ગીર ગઢડા સોનપર ગામના મનસુખભાઈનું કરૂણ મૃત્યુ થયું છે. પરિવારજનોનું કહેવું છે કે હાઇવે પરની લાપરવાહીના કારણે મનસુખભાઈ પોતાનો જીવ ગુમાવ્યો છે.

મળતી માહિતી અનુસાર ફોર ટ્રેક હાઇવેનું કામ ચાલુ છે. જેના કારણે હાઈવે પર માટીના ઢગલા કરવામાં આવ્યા છે. પરંતુ તેમાં બેરીકેટ કે કોઈ અન્ય ચિહ્નો રાખવામાં આવ્યું હોવાના કારણે મનસુખભાઈ ની બાઈક ઢગલા પર ચડી ગઇ હતી.

જેના કારણે મનસુખભાઈ ફંગોળાઇને રોડ પર પડ્યા હતા. આ ઘટનામાં મનસુખભાઈ ને ગંભીર ઈજા પહોંચી હતી. આ કારણોસર તેમનું કરૂણ મૃત્યુ થયું હતું.આ ઘટના બનતા જ મનસુખભાઈ ના પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મનસુખભાઈના મૃત્યુના કારણે બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

સમગ્ર ઘટનાને લઇને મનસુખભાઈના પત્નીએ હાઇવે ઓથોરિટી અને કોન્ટ્રાક્ટરની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મનસુખભાઈનું મૃત્યુ થતાં પરિવાર આર્થિક રીતે ભાંગી પડયું હતું. મનસુખભાઈ હોટલમાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બે બાળકો પિતા વગરના થઈ ગયા : સોમનાથ-ભાવનગર ફોરટેક હાઇવે પર નોકરી પરથી ઘરે જઈ રહેલ યુવાનને રસ્તામાં નડ્યો અકસ્માત – યુવાનનું કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*