ભારત દેશમાં કોરોના ની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઇ હતી અને કોરોના ની બીજી લહેર માં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પરંતુ થોડાક સમયથી દેશમાં કોરોના કેસ દિવસેને દિવસે ઘટી રહ્યા છે પરંતુ અમુક એવા રાજ્યો છે.
ત્યાં હજુ પણ કોરોના ના કેસ માં ઘટાડો જોવા મળ્યો નથી. આ ઉપરાંત કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ ની આગેવાનીમાં મળેલી સમીક્ષા બેઠકમાં તમામ રાજ્યોને 10 ટકાથી વધારે પોઝિટિવ રેડ કરતા જિલ્લાઓમાં અટકાવવા તથા કોરોના ના તમામ નિયમોનું પાલન કરવાનો આદેશ આપ્યો છે.
મંત્રાલય તરફથી મળતી માહિતી મુજબ હોમ આઇસોલેશન માં રહેલા લોકો પર કડક નજર રાખવામાં આવશે. અને જરૂર પડે તો હોસ્પિટલના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા માટે ઢીલ ન રાખવી જોઈએ.
આ ઉપરાંત જ્યાં 10 ટકા કરતાં ઓછો સંક્રમણ રેટ હોય તેવા જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્સે ગત મહિને સીરો સર્વે કર્યો હતો. તેનું રિઝલ્ટ ગઈ કાલે બહાર પાડ્યું હતું. રિપોર્ટ અનુસાર રાજસ્થાન અને મધ્યપ્રદેશના એવા લોકોની સંખ્યા જેમાં સૌથી તે વધારે પ્રમાણમાં એન્ટીબોડી જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment