દહેજ ખાતે કામદારોના ધરણા પ્રદર્શન ના સમર્થનમાં પહોંચ્યા AAP ના સૌથી નાની વયના મહિલા કોર્પોરેટર, ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યુ કે…

99

ગુજરાત રાજ્યમાં 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે આમ આદમી પાર્ટી ગુજરાતની તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા કરશે અને આમ આદમી પાર્ટી નો વર્ચસ્વ દિવસેને દિવસે ગુજરાતમાં વધી રહ્યું છે.

તેમજ અલગ અલગ જિલ્લાઓ તાલુકાઓ અને શહેરોના સામાજિક અને ભાજપ અને કોંગ્રેસની કંટાળેલા નેતાઓ દિવસેને દિવસે આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે અને આગામી સમયમાં આમ આદમી પાર્ટીનો પક્ષ મજબૂત બની શકે છે.

આ ઉપરાંત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા, ઈશુદાન ગઢવી, મહેશ સવાણી, વિજય સુવાળા અને પ્રવિણ રામ અલગ-અલગ ગામડાઓમાં જઇને ગામના લોકો સાથે જન સંવેદના કાર્યક્રમ કરી રહ્યા છે અને.

ત્યારે આજરોજ ભરૂચના દહેજ ખાતે વેલસ્પન કંપની સામે ન્યાય માટે ધરણા પ્રદૂષણ કરી રહેલા કામદારોના સમર્થનમાં આમ આદમી પાર્ટીના વોટ નંબર 16 ના સુરત ના કોર્પોરેટર પાયલ પટેલ પહોંચ્યા હતા.

આ ઉપરાંત સુરતના સૌથી યુવા કોર્પોરેટર પાયલ પટેલે જણાવ્યું કે 400થી વધારે કામદારો છેલ્લા 39 દિવસથી ધરણા કરી રહ્યા છે. અને ન્યાય માંગી રહ્યા છે. ત્યારે 400થી વધારે કામદારોને સમર્થન આપવા માટે આમ આદમી પાર્ટીના યુવા કોર્પોરેટર પાયલ પટેલ કંપનીએ પહોંચ્યા હતા.

ત્યારે આ કામદારોએ પોતાની જિંદગી ના 20 વર્ષ થી વધારે સમય કંપની માં નોકરી કરી છે અને મોટા ભાગના કામદારો ને લોનો ચાલે છે તેવા સમયે કંપની કામદારો ને નોકરી માંથી દૂર કરે અને ટ્રાન્સફર કરે ત્યારે આ કામદારો શુ કરી શકે.

તેમના દુઃખ માં આજે તેમની સાથે કોઈ નથી નવાઈ ની વાત તો એ છે જ્યારે 400 થી વધુ કામદારો એ આત્મવિલોપન ની ચીમકી આપી તો પણ તંત્ર ના પેટ નું પાણી પણ ના હલ્યું.

આ ઉપરાંત આમ આદમી પાર્ટીના યુવા કોર્પોરેટર પાયલ પટેલે જણાવ્યું કે કંપનીના આ કામદારો સાથે સરકાર પણ નથી અને ક્યાંથી હોય એ કામદારો ભાજપને નહીં આપી શકે પરંતુ કંપનીઓ ફંડ આપી શકે. કંપનીના કામદારો દ્વારા વારંવાર અહીંના સ્થાનિક ભાજપના ધારાસભ્યોને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ ધારાસભ્ય દ્વારા કામદારોની કોઈપણ મદદ કરવામાં આવી ન હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!