15000 ફૂટ ઉંડી ખીણમાં લટકતા પોતાના સાથીને બચાવવા માટે મેજર પંકજ પાંડે થયા શહીદ…

124

દેશના જવાનો પોતાના પરિવારની ચિંતા કર્યા વિના સરહદ પર દિવસ રાત દેશ માટે પોતાનું જીવન કુરબાન કરી દે છે. તેવા જ એક જવાનની વાત સામે આવી છે. પોતાના સાથીને બચાવવાના પ્રયાસમાં ખાણમાં પડી ગયેલા મેજરનું ગુવહાટીની હોસ્પિટલમાં મૃત્યુ થયું છે.

જ્યારે મેજર પંકજ પાંડે સહિત થયા ત્યારે તેના ઘર અને જિલ્લાના લોકોમાં શોક નું મોજુ ફરી વળ્યું હતું. આ ઉપરાંત ઘરના અંતિમ સંસ્કાર અસમના લેકપાનીમાં સૈન્ય સન્માન સાથે કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત મહોલિયા શિવપુર માં રહેતા ઉદ્યોગપતિ અવધેશ પાંડેના મોટા પુત્ર પંકજ પાંડે સૈન્યમાં મેજર હતા. હાલમાં મેજરની પોસ્ટિંગ અરુણાચલ પ્રદેશમાં તબોલામાં હતી.

આ ઉપરાંત મળતી માહિતી મુજબ પરિવારના સભ્યોએ જણાવ્યું કે પંકજને 19 જુલાઇ ની બપોરે એક અકસ્માતમાં ગંભીર ઇજા પહોંચી હોવાના સમાચાર સામે આવ્યા હતા. તેમના પરિવારને ખબર પડતાં મેજરના પિતા અને તેમનો નાનો ભાઈ ગુવાહાટી હોસ્પિટલમાં પહોંચ્યા હતા.

ત્યારે મળતી માહિતી મુજબ 19 જુલાઇના રોજ સવારે લગભગ 15 હજાર ફૂટની ઊંચાઈ પર ફરજ પર જતા, મેજરના એક સાથીને ખીણમાં પડી ગયા અને પોતાના સાથીને બચાવવા માટે મેજર પંકજ ખાંડમાં પડ્યા હતા. ઘણી મહેનત બાદ બંનેને બહાર કાઢ્યા હતા.

ત્યારે પંકજના માથામાં અને ગળામાં ખૂબ જ ગંભીર ઇજા થઇ હતી. ત્યાર બાદ સારવાર માટે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મેજર પંકજનો સાથી તો ખતરાથી બહાર હતો પરંતુ મેજર પાંડે નું મૃત્યુ થયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!