હિમાચલ પ્રદેશમાં મંડી લોકસભા, ફતેપુર અને જુબ્બલ કોટખાઈ વિધાનસભામાં ભાજપની હાર થઈ છે. જેને લઇને મુખ્ય મંત્રી જયરામ ઠાકુર નું મોટું નિવેદન સામે આવ્યું છે.
તેમને હારનું કારણ કેન્દ્ર સરકારને ગણાવી છે. તેમને કહ્યું કે વધતી મોંઘવારીના કારણે ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે સાથે જ તેમને કહ્યું કે આવું પરિણામ આવશે તેવું તેમણે વિચાર્યું પણ નહોતું.
મુખ્યમંત્રી આપેલા નિવેદનને લઈને ભાજપના હડકંપ મચી ગયો છે. વિપક્ષ દ્વારા પણ હાલ ભાજપ પર શાબ્દિક પ્રહાર કરવામાં આવી રહ્યા છે.
કોંગ્રેસના પ્રભારી રાજીવ શુક્લાએ કહ્યું કે કેન્દ્ર સરકારે અર્થવ્યવસ્થાની હાલત ખરાબ કરીને લોકોના ખિસ્સા ખાલી કરી નાખ્યા છે. ઉલ્લેખનીય છે કે ભાજપે હાલ ત્રણ રાજ્યોમાં તેમના મુખ્યમંત્રી બદલ્યા છે.
ત્યારે હિમાચલ ની હાર હવે જયરામ ઠાકુર માટે ખતરાની ઘંટડી છે. બીજી તરફ કોંગ્રેસ માટે 2022 ની વિધાનસભાની ચૂંટણી શુભ સંકેત કહી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment