દિવાળી નું લોકો ને મળ્યું બોનસ,પેટ્રોલ ડીઝલ ના ભાવ પર લોકો ને મળી મોટી રાહત!

Published on: 2:35 pm, Wed, 3 November 21

સમગ્ર દેશમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ સાથે પેટ્રોલ-ડીઝલના ભાવમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થવાના કારણે મોટાભાગના રાજ્યોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે. દિવસેને દિવસે પેટ્રોલ ડીઝલ અને જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં વધારાના કારણે દેશની જનતા ચિંતામાં મુકાયા છે.

ત્યારે આજ રોજ ગુજરાત વાસીઓ માટે પેટ્રોલ અને ડીઝલના ભાવને લઇને રાહતના સમાચાર આવ્યા છે. મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી.

અમદાવાદમાં આજનો પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 106.75 રૂપિયા અને પ્રતિ લિટર ડીઝલનો ભાવ 106.20 રૂપિયા છે. સુરતમાં પણ આજરોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. સુરતમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 106.70 રૂપિયા અને પ્રતિ લિટર ડીઝલનો ભાવ 106.18 રૂપિયા છે.

રાજકોટમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 106.79 રૂપિયા અને ડીઝલનો પ્રતિ લીટર ભાવ 106.27 રૂપિયા છે. વડોદરામાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 106.2 ચાલીસ રૂપિયા અને પ્રતિ લિટર ડીઝલનો ભાવ 105.88 રૂપિયા છે.

આજ રોજ ગુજરાતના ચાર મોટા શહેર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પેટ્રોલ કે ડીઝલના ભાવમાં કોઈપણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી.

પેટ્રોલ-ડીઝલની વાત કરીએ તો દરરોજ સવારે 6:00 પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. છ વાગ્યા બાદ પેટ્રોલ અને ડીઝલ નો નવો ભાવ લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ડીલર કમિશન, એક્સાઇઝ ડ્યુટી અને અન્ય ટેકસ જોડાઈને તેનો ભાવ બે ગણો થઈ જાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દિવાળી નું લોકો ને મળ્યું બોનસ,પેટ્રોલ ડીઝલ ના ભાવ પર લોકો ને મળી મોટી રાહત!"

Leave a comment

Your email address will not be published.


*