અરરર ગઈ..! જમ્મુ કશ્મીરમાં હિમવર્ષામાં બરફથી ભરેલા રસ્તા પર, એક ઝડપી સ્કોર્પિયો કાર ગોથું ખાઈ ગઈ… જુઓ અકસ્માતનો લાઈવ વિડિયો…

Published on: 7:34 pm, Thu, 26 January 23

દેશમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. સોશિયલ મીડિયા પર આપણે દરરોજ ઘણી અવારનવાર અકસ્માતની ઘટનાઓ ના વિડીયો જોતા હશો. અમુક વખત એવી ગંભીર અકસ્માતની ઘટનાઓના વિડીયો સામે આવતા હોય છે જે જોઈને આપણા પાસે રુવાટા બેઠા થઈ જતા હોય છે.

ત્યારે હાલમાં બનેલી તેવી છે કે ગંભીર અકસ્માતની ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. આ અકસ્માતની ઘટનામાં એક બેકાબુ બનેલી સ્કોર્પિયો કાર રોડની સાઈડના થાંભલા સાથે અથડાઈને ગોથું ખાઈ ગઈ હતી. અકસ્માતની ઘટના આટલી ગંભીર હતી કે રોડની સાઈડમાં લાગેલો ઈલેક્ટ્રીક થાંભલો પણ તૂટી પડ્યો હતો.

સમગ્ર ઘટના રોડ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ અકસ્માતની ઘટના જમ્મુ કશ્મીરમાંથી સામે આવી રહી છે. જમ્મુ કશ્મીરના પહાડ પર ભારે હિમવર્ષા થઈ રહે છે. આ દરમિયાન જમ્મુના બનીહાલથી એક માર્ગ અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. બનીહાલના ટોલ પ્લાઝા પાસે એક બેકાબુ સ્કોર્પિયો કાર પલટી ખાઈ ગઈ હતી.

આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે, ભારે હિમ વર્ષા વચ્ચે બરફથી ભરાયેલા રોડ ઉપર એક ઝડપી સ્કોર્પિયો કાર જતી જોવા મળી રહે છે. ત્યારે અચાનક જ સ્કોર્પિયો કાર ચાલક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવે છે. જેના કારણે કાર રોડની સાઈડમાં લાગેલા ઈલેક્ટ્રીક થાંભલા સાથે અથડાઈ હતી.

કાર ઈલેક્ટ્રીક થાંભલા સાથે અથડાયા બાદ બીજી બાજુના રોડ ઉપર પલટી ખાઈ ગઈ હતી. સદનસીબે બીજી બાજુના રોડ ઉપર આવતા કાર ચાલકે યોગ્ય સમયે બ્રેક લગાવી દીધી જેના કારણે કોઈ પણ પ્રકારની મુક્તિ અકસ્માતની ઘટના બની નથી. આ અકસ્માતની ઘટનામાં સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ પણ થઈ નથી.

અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા પ્રવાસીઓને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને બરફવાળા વિસ્તારમાં ધીમી કાર ચલાવવાની સલાહ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અરરર ગઈ..! જમ્મુ કશ્મીરમાં હિમવર્ષામાં બરફથી ભરેલા રસ્તા પર, એક ઝડપી સ્કોર્પિયો કાર ગોથું ખાઈ ગઈ… જુઓ અકસ્માતનો લાઈવ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*