સમૂહ લગ્નમાં બાઈક લઈને જઈ રહેલા બે મિત્રોને રસ્તામાં કાળ આંબી ગયો, દ્વારકા-જામનગર હાઇવે પર ઝડપી ઈનોવા કારની ટક્કરના કારણે બંને મિત્રોના કરુણ મોત…

Published on: 10:51 am, Fri, 27 January 23

હાલમાં ગુજરાતમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ખંભાળિયા નજીક દ્વારકા-જામનગર હાઇવે પર એક ગંભીર અકસ્માતની ઘટના બની છે. આ ઘટનામાં એક ઝડપી ઇનોવા કારે બાઈક લઈને સમૂહ લગ્ન પ્રસંગમાં જઈ રહેલા બે મિત્રોને અડફેટેમાં લીધા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે બંને મિત્રોના કમકમાટીભર્યા મૃત્યુ થયા હતા. આ ઘટના બનતા જ મૃતક યુવાનોના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, મૂળ મીઠાપુરના રહીશ અને હાલમાં જામનગર રોડ ઉપર આવેલી એક ખાનગી કંપનીમાં કામ કરતા 26 વર્ષીય રશીભાઈ રાજેશભાઈ જોશી ખંભાળિયા તાલુકાના ઝાકસીયા ગામે બ્રાહ્મણ જ્ઞાતિના સમૂહ લગ્ન તથા યજ્ઞોપવિત પ્રસંગે ઉપસ્થિત રહેવા માટે તેઓ કંપનીમાંથી GH 16 AS 6262 નંબરની પલ્સર બાઈક લઈને નીકળ્યા હતા.

આ ઉપરાંત તેઓ જામનગર ખાતે રહેતા પોતાના મિત્ર 26 વર્ષીય ભરતભાઈ બુધાભાઈ લુણાવિયાને પોતાની સાથે બાઈક ઉપર લઈ ગયા હતા. બંને મિત્રો ખંભાળિયા નજીક દ્વારકા જામનગર હાઇવે ઉપર ડબલ સવારીમાં ચાલી રહ્યા હતા. આ દરમિયાન એક ઝડપી GJ 37 B 6858 નંબરની ઈનોવા કાર તેમની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર બંને મિત્રો ફંગોળાઈને દૂર જઈને પડ્યા હતા. આ અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર રશીભાઇ રાજેશભાઈ જોશીનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. ત્યારે બાઈકની પાછળ બેઠેલા ભરતભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

તેમને સારવાર માટે જામનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમને પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસ સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃત્યુ પામેલા રશીભાઇ જોશીની થોડાક સમય પહેલા જ સગાઈ થઈ હતી.

આગામી 15 તારીખના રોજ તેમના લગ્ન નક્કી થયા હતા. દીકરો ઘોડીએ ચડે તે પહેલા દીકરાની અર્થી ઉઠતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. આ ઘટના બનતા જ સમગ્ર બ્રાહ્મણ સમાજમાં પણ માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃત્યુ પામેલા રીશીભાઈના બનેવી અશોકભાઈ વલ્લભભાઈ ત્રિવેદીની ફરિયાદના આધારે કાર ચાલક સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સમૂહ લગ્નમાં બાઈક લઈને જઈ રહેલા બે મિત્રોને રસ્તામાં કાળ આંબી ગયો, દ્વારકા-જામનગર હાઇવે પર ઝડપી ઈનોવા કારની ટક્કરના કારણે બંને મિત્રોના કરુણ મોત…"

Leave a comment

Your email address will not be published.


*