એક તરફ દેશની જનતાને આવક ઘટી રહી છે અને બીજી તરફ જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ આસમાને સપાટીએ પહોંચી રહ્યા છે. આજે દેશની સામાન્ય જનતાને બે મોટા ઝડકા લાગ્યા છે. આજરોજ LPG ગેસના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને સાથે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદના કારણે કૂડ ઓઈલનો ભાવ 130 ડોલર પ્રતિ બેરલને પાર થઈ ગઈ છે.
દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો જૂનો ભાવ 95.41 રૂપિયા પ્રતિ લીટર હતો. આજે ભાવ વધારા સાથે પેટ્રોલનો નવો ભાવ 96.21 રૂપિયા થઈ ગયો છે. દિલ્હીમાં ડીઝલનો જૂનો ભાવ 86.87 રૂપિયા પ્રતિ લીટર હતો. આજે ભાવ વધારા સાથે ડીઝલનો નવો ભાવ 87.47 રૂપિયા પ્રતિ લિટર થઇ ગયો છે.
મુંબઈમાં પેટ્રોલનો જૂનો ભાવ 109.98 રૂપિયા પ્રતિ લીટર હતો. આજે ભાવ વધારા સાથે પેટ્રોલનો નવો ભાવ 110.82 રૂપિયા થઈ ગયો છે. મુંબઈમાં ડીઝલનો જૂનો ભાવ 94.00 રૂપિયા પ્રતિ લીટર હતો. આજે ભાવ વધારા સાથે ડીઝલનો નવો ભાવ 95.00 રૂપિયા પ્રતિ લિટર થઇ ગયો છે.
ચેન્નઈમાં ભાવ વધારા સાથે પેટ્રોલનો નવો ભાવ 102.16 રૂપિયા થઈ ગયો છે. ચેન્નઈમાં ભાવ વધારા સાથે ડીઝલનો નવો ભાવ 92.19 રૂપિયા પ્રતિ લિટર થઇ ગયો છે. કોલકાતામાં ભાવ વધારા સાથે પેટ્રોલનો નવો ભાવ 105.51 રૂપિયા થઈ ગયો છે. કોલકાતામાં ભાવ વધારા સાથે ડીઝલનો નવો ભાવ 90.62 રૂપિયા પ્રતિ લિટર થઇ ગયો છે.
ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં 80 પૈસાનો વધારો અને ડિઝલના ભાવમાં 84 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
અમદાવાદમાં ભાવ વધારા સાથે પેટ્રોલનો નવો ભાવ 95.93 રૂપિયા થઈ ગયો છે. અમદાવાદમાં ભાવ વધારા સાથે ડીઝલનો નવો ભાવ 98.96 રૂપિયા પ્રતિ લિટર થઇ ગયો છે. વડોદરામાં ભાવ વધારા સાથે પેટ્રોલનો નવો ભાવ 95.58 રૂપિયા થઈ ગયો છે. વડોદરામાં ભાવ વધારા સાથે ડીઝલનો નવો ભાવ 98.61 રૂપિયા પ્રતિ લિટર થઇ ગયો છે.
સુરતમાં ભાવ વધારા સાથે પેટ્રોલનો નવો ભાવ 95.81 રૂપિયા થઈ ગયો છે. સુરતમાં ભાવ વધારા સાથે ડીઝલનો નવો ભાવ 89.86 રૂપિયા પ્રતિ લિટર થઇ ગયો છે. રાજકોટમાં ભાવ વધારા સાથે પેટ્રોલનો નવો ભાવ 95.69 રૂપિયા થઈ ગયો છે. રાજકોટમાં ભાવ વધારા સાથે ડીઝલનો નવો ભાવ 89.74 રૂપિયા પ્રતિ લિટર થઇ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment