હવે આ ખીચા ખાલી કરશે! LPG ગેસના ભાવમાં ફરી એક વખત થયો આટલા રૂપિયાનો વધારો – જાણો નવા ભાવ…

Published on: 9:57 am, Tue, 22 March 22

દેશમાં દિવસેને દિવસે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ આસમાને સપાટીએ પહોંચી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલ, ખાદ્યતેલ, શાકભાજી, દૂધ અને LPG ગેસના ભાવમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. પાંચ રાજ્યોની ચૂંટણી નું પરિણામ આવ્યા બાદ હવે LPG ગેસના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે.

LPG ગેસના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદમાં LPG ગેસનો એક બોટલ ભાવ 956.60 થઈ ગયો છે. જ્યારે દેશની રાજધાની દિલ્હીમાં LPG ગેસનો ભાવ 949.50 રૂપિયા થઈ ગયો છે. 6 ઓક્ટોબર ના રોજ LPG ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ આજરોજ ભાવમાં વધારો થયો છે. અમદાવાદમાં LPG ગેસનો જુનો ભાવ 906.05 રૂપિયા હતો. હવે તેનો નવો ભાવ 956.50 રૂપિયા થઈ ગયો છે. દિલ્હીમાં LPG ગેસનો જુનો ભાવ 899.50 રૂપિયા હતો. હવે તેનો નવો ભાવ 949.50 રૂપિયા થઈ ગયો છે.

મુંબઈમાં LPG ગેસનો જુનો ભાવ 899.50 રૂપિયા હતો. હવે તેનો નવો ભાવ 949.50 રૂપિયા થઈ ગયો છે. લખનઉમાં LPG ગેસનો જુનો ભાવ 937.50 રૂપિયા હતો. હવે તેનો નવો ભાવ 987.50 રૂપિયા થઈ ગયો છે. કલકત્તામાં LPG ગેસનો જુનો ભાવ 926.00 રૂપિયા હતો. હવે તેનો નવો ભાવ 976.00 રૂપિયા થઈ ગયો છે.

ચંદીગઢમાં LPG ગેસનો જુનો ભાવ 909.00 રૂપિયા હતો. હવે તેનો નવો ભાવ 976.00 રૂપિયા થઈ ગયો છે. પટનામાં LPG ગેસનો જુનો ભાવ 989.50 રૂપિયા હતો. હવે તેનો નવો ભાવ 1039.50 રૂપિયા થઈ ગયો છે. સિમલામાં LPG ગેસનો જુનો ભાવ 945.00 રૂપિયા હતો. હવે તેનો નવો ભાવ 995.00 રૂપિયા થઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "હવે આ ખીચા ખાલી કરશે! LPG ગેસના ભાવમાં ફરી એક વખત થયો આટલા રૂપિયાનો વધારો – જાણો નવા ભાવ…"

Leave a comment

Your email address will not be published.


*