દેશ અને રાજ્યમાં વધતા કોરોના કેસો ને લઇને ચિંતા ફેલાઇ છે ત્યારે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ સ્કૂલોને લઈને મહત્વ નું નિવેદન આપતા કહ્યું કે સ્કુલોને SOP નું પાલન કરવા સૂચના આપવામાં આવી છે. જે વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસ કરવો છે તે ઓનલાઈન અભ્યાસ કરી શકે છે.
કોરોના કાળમાં બે વર્ષ બાદ રાજ્યમાં સ્કૂલો ખોલવામાં આવી હતી પરંતુ સ્કૂલમાં ભણતા બાળકો પણ કોરોના થી સંક્રમિત થતા વાલીઓમાં ચિંતા ફેલાઈ હતી.
રાજ્યમાં ખાસ કરીને કોરોના ના આગમન પછી કોરોના ના કેસો વધી ગયા છે અને તે જોતાં સરકાર દ્વારા શાળા કોલેજોમાં વધુ તકેદારી સાથે શિક્ષણકાર્ય ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે.
વાલીઓને પણ તેમના બાળકને સ્કૂલે મોકલવું કે કેમ તે અંગે પસંદગી ઉપલબ્ધ કરાઈ છે તે વચ્ચે શાળાઓમાં કોરોના ઉભો થતાં ઉભી થયેલી પરિસ્થિતિ પર એક પ્રશ્નનો જવાબ આપતા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.
ડીઈઓ તથા અન્ય સરકારી તંત્ર વારંવાર શાળાઓમાં ડ્રાઈવ કરીને કોરોના પ્રોટોકોલનું પાલન થાય તે જોવા પણ કાર્યરત છે.
હજુ પણ કોઈ વાલીઓને તેમના બાળકોની ચિંતા હોય તે સ્વાભાવિક છે અને સરકાર તેમાં કોઈ કડક વલણ અપનાવવા માંગતી નથી. રાજ્યની શાળાઓમાં ઓફલાઈન સાથે ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખવા શાળાઓને જણાવાયુ છે અને હવે બાળકોને શાળાએ મોકલવા અંગે વાલીઓ પાસેથી પૂર્ણ સંમતિપત્ર લેવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment