ગુજરાત રાજ્યના ધોરણ 1 થી 9 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાને લઇને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ કહી મહત્વની વાત.

રાજકોટ ભાવનગર શાળા સંચાલક મંડળ દ્વારા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના સયુંકત ઉપક્રમે આજથી વિદ્યાર્થી માટે પૂજા કાઉન્સિલની અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં ગઈકાલે ન્યુ એરા સ્કૂલ ખાતે કાઉન્સેલિંગ સેન્ટરનો પ્રારંભ રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ની વર્ચ્યુઅલ હાજરી માં કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પ્રમોશનને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જેમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે માસ પ્રમોશન ને લઇ આગામી દિવસોમાં મુખ્યમંત્રી સાથે ચર્ચા કરીને મહત્વનો નિર્ણય લેવામાં આવશે.

આ ઉપરાંત પણ શિક્ષણ મંત્રી એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે, જે રીતે સમગ્ર વર્ષ દરમિયાન ઓનલાઈન ક્લાસ ચલાવવામાં આવ્યા છે ત્યારે પૂરતો સિલેબસ વિદ્યાર્થીએ ભણ્યો નથી.

ત્યારે આ સ્થિતિમાં વિદ્યાર્થીઓના સીલેબસ માં શું ફેરફાર કરવામાં આવશે કે કેમ ત્યારે આ પ્રશ્નનો જવાબ આપતાં તેમણે જણાવ્યું કે, વિદ્યાર્થીઓના સિલેબસમાં કોઈ ફેરફાર નહીં.

પરંતુ ઘટાડા વિશે આગામી બે અઠવાડિયામાં વિચારણા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે.કોરોના મહામારી ને ધ્યાનમાં લઈને દેશના અમુક રાજ્યોમાં પ્રાથમિક ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્યમાં પણ છેલ્લા દોઢ અઠવાડિયાથી કોરોના કેસ સતત વધી રહ્યા છે ત્યારે ઓફ લાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે. જો કે જે રીતે કહેશો વધે છે તેને જોતા સ્પષ્ટ જણાઈ રહ્યું છે.

કે 10મી એપ્રિલ બાદ પણ આ ઓફલાઈન ક્લાસ ચાલુ થશે નહીં. ત્યારે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવું પડે તેવી સ્થિતિ પણ સર્જાય છે અને સિલેબસમાં પણ ઘટાડો કરવો જરૂરી બન્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*