રસીકરણના કાર્યક્રમ ગરબડ ધ્યાને આવતા કેન્દ્રની મોદી સરકારે લીધો મોટો નિર્ણય,જાણો વિગતે

Published on: 8:47 am, Sun, 4 April 21

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજીવ ભૂષણે જણાવ્યું કે 45 વર્ષથી વધુ ઉંમરના લોકો નું રજીસ્ટ્રેશન રાબેતા મુજબ ચાલુ રહેશે અને તેઓએ વધુમાં જણાવ્યું કે કેન્દ્ર સરકાર હેલ્થ કર્મચારીઓ અને ફન્ટલાઇન વર્કર્સના રસીકરણ માટે રાજ્ય સાથે મળીને કામ કરી રહ્યા છે.

દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના કેસો વચ્ચે કેન્દ્ર સરકારે રાજ્યો અને આરોગ્ય કર્મચારીઓની નવી નોંધણી બંધ કરવા જણાવ્યું છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં તેઓએ જણાવ્યું છે.

કે 45 વર્ષથી વધુ ઉંમરના લોકોની હંમેશની જેમ ચાલુ રહેશે. તેઓએ કહ્યું કે કેન્દ્ર સરકાર આરોગ્ય કર્મચારીઓ અને ફન્ટલાઇન વર્કર્સના રસીકરણ માટે રાજ્યો સાથે મળીને કામ કરી રહી છે.

આ બંને ના રસીકરણનો સમયગાળો ઘણી વખત વધારવામાં આવ્યો છે પરંતુ હવે નવી નોંધણી બંધ કરવી જોઈએ વધુમાં તેમને જણાવ્યું કે અગાઉ 25 ફેબ્રુઆરી આરોગ્ય કર્મચારીઓની બંધ થવાની હતી.

પરંતુ તે હજુ પણ ચાલુ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ઘણી જગ્યાએ એવી માહિતી પ્રાપ્ત થઇ રહી છે કે અયોગ્ય લાભાર્થીઓ આરોગ્ય કર્મચારીઓ અને ફન્ટલાઈન વર્કર તરીકે નોંધાયા છે.

તેઓએ રસીકરણ માર્ગદર્શિકાનો ઉલ્લંઘન કર્યું છે. રસીકરણ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે કોઈ નવા આરોગ્ય કર્મચારી ની નોંધણી કરાશે નહીં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રસીકરણના કાર્યક્રમ ગરબડ ધ્યાને આવતા કેન્દ્રની મોદી સરકારે લીધો મોટો નિર્ણય,જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*