શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શાળા-કોલેજ ખોલવાને લઈને આપ્યું મહત્વનું નિવેદન, જાણો વિગતવાર.

ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના ની બીજી લહેર ઓછી થતી જાય છે અને રાજ્યમાં કોરોના ના કેસ ના આંકડા સતત ઘટી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં શાળા કોલેજ શરૂ કરવાને લઈને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપ્યો મોટું નિવેદન. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે કોરોનાની મહામારી ની સ્થિતિને ધ્યાનમાં રાખીને શાળા-કોલેજ ખોલવા અંગે નિર્ણય લેવામાં આવશે.

ઉપરાંત તેમને જણાવ્યું કે ગુજરાતમાં શાળા-કોલેજ હરી ઓપન કરવા માટે અગાઉની બેઠકમાં ચર્ચા થઈ હતી. જેમાં તબક્કાવાર શિક્ષણ સંસ્થાઓ ખોલવાનો નિર્ણય લેવાશે તેના પર ભાર મુકવામાં આવ્યો હતો.

ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા કોરોના ના 80 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં કોરોના ના કારણે 2 લોકોના મૃત્યુ થયા છે. આજે પણ ગુજરાતમાં કોરોના ના કેસ માં ઘટાડો થયો છે અને કોરોના દર્દીના સાજા થનાર નો આંકડો વધ્યો છે.

ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના ના કારણે 10064 લોકોના મૃત્યુ થયા. આજે રાજ્યમાં કોરોના માંથી 228 દર્દીઓ સાજા થયા છે.

આની સાથે જ અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોના માં થી મુક્ત થનાર દર્દીઓનો આંકડો 810989 પહોંચ્યો છે. હાલમાં રાજ્યમાં 10 દર્દીઓ વેન્ટિલેટર પર છે.

આ ઉપરાંત રાજ્યમાં અત્યાર સુધીમાં 26211578 લોકોને કોરોના ની રસી આપવામાં આવી છે. તો આજે રાજ્યમાં 248796 લોકોને કોરોના ની રસી અપાય છે. ઉપરાંત અમદાવાદ શહેરમાં આજરોજ કોરોના નવા 15 કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 0 કેસ નોંધાયા છે.

સુરત શહેરમાં કોરોના નવા 18 કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 3 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં આજે કોરોના નવા 4 કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં પણ 4 કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં આજે કોરોના નવા 4 કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 0 કેસ નોંધાયા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*