ખાદ્યતેલના ભાવમાં ફરી એક વખત થયો વધારો, ચાર દિવસ બાદ ફરી સિંગતેલના ભાવમાં…

Published on: 3:26 pm, Sat, 3 July 21

દેશમાં કોરોનાની મહામારી વચ્ચે સરકારી તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ ડિઝલના ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. ત્યારે સિંગતેલના ભાવમાં ફરી એક વખત વધારો થયો. સીંગતેલ ડબ્બા નો ભાવ 2400 રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે.

સિંગતેલના ભાવમાં 15 રૂપિયાનો વધારો થયો છે. 4 દિવસ બાદ ફરી એક વખત સિંગતેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. સિંગતેલના ભાવમાં શુક્રવારના રોજ વધારો કરવામાં આવ્યો હતો.

હવે સિંગતેલનો ભાવ આસમાને પહોંચી ગયો છે. સિંગતેલના ભાવમાં વધારો થતાં સામાન્ય જનતાનું બજેટ વિખરાઈ ગયું છે. જ્યારે કપાસિયા તેલના ભાવમાં કોઇ પણ પ્રકારનો વધારો થયો નથી.

અને આ સિવાય આખું વર્ષ તેલના ભાવમાં સામાન્ય વધઘટ જોવા મળી હતી. સિંગતેલના ભાવ ની વાત કરીએ તો મે મહિનામાં 150 રૂપિયાનો ઘટાડો કરાયો હતો. ત્યારે સીંગ તેલના ડબ્બાનો ભાવ 2480 રૂપિયા આસપાસ થયો હતો.

જૂન મહિનાની શરૂઆતમાં સિંગતેલના ભાવમાં 40 ટકાનો ઘટાડો થયો હતો પરંતુ 3 જૂન બાદ ફરીથી ભાવમાં વધારો થયો. એક અહેવાલ અનુસાર જાણવા મળ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી ચાઇના સાથે સીંગતેલ નો વેપાર બંધ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખાદ્યતેલના ભાવમાં ફરી એક વખત થયો વધારો, ચાર દિવસ બાદ ફરી સિંગતેલના ભાવમાં…"

Leave a comment

Your email address will not be published.


*