ધોરણ 12ની પરીક્ષાને લઇને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપ્યું મહત્વનું નિવેદન.

રાજ્યમાં વાઇરસના કેસો ની સંખ્યામાં વધારો થતો હોવાને કારણે રાજ્ય સરકાર દ્વારા તમામ શાળા કોલેજો બંધ કરવાના આદેશ આપ્યા છે. થોડા સમય પહેલા શાળા કોલેજો શરૂ કરવામાં આવી હતી પરંતુ સંક્રમણ વધતા ફરીથી વિદ્યાર્થીઓને ઘરે બેસીને ઓનલાઇન શિક્ષણ આપવાનું સૂચન કરવામાં આવ્યું હતું.

મહામારી વચ્ચે વિદ્યાર્થીઓમાં વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે સરકાર દ્વારા ધોરણ 1 થી 9 અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું ત્યારબાદ ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા લેવી કે નહીં તે બાબતે વિચારણા કરવામાં આવી હતી.

વિચારણાના અંતે ધ્યાનમાં રાખીને ધોરણ 10ની બોર્ડની પરીક્ષાને રાજ્ય સરકાર દ્વારા રદ કરવામાં આવી છે. અને ધોરણ 10ના નિયમિત વિદ્યાર્થીઓને પરીક્ષા વગર જ ધોરણ 11 માસ પ્રમોશન આપવું એ નક્કી કરવામાં આવ્યું છે.

ધોરણ12ની પરીક્ષા યોજવી કે નહીં તે બાબતે શિક્ષણ વિભાગ દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી છે. બોર્ડની પરીક્ષાને લઇને સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે કે ધોરણ 12 ના બોર્ડના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે નહીં.

અને પરિસ્થિતિને નિયંત્રણમાં આવ્યા બાદ તેઓની પરીક્ષા લેવામાં આવશે. આ બાબતે ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વનું નિવેદન આપ્યું હતું.

આરોગ્ય વિભાગ ને સાથે રાખીને વાયરસની સ્થિતિની સમીક્ષા અને બાળકોની સલામતીની ચિંતા કરીને અમે પરીક્ષાની તારીખો જાહેર કરીશું.

તેમને ધોરણ 10 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા માટે એડમિશન આપવા બાબતે જણાવ્યુ કે, નિષ્ણાંત અને અનુભવી એવા વર્તમાન અને નિવૃત શિક્ષણવિદો ની કમિટીની રચના કરીને તેમના માર્ગદર્શન લેવામાં આવશે ત્યારબાદ જરૂરી નિર્ણય લેવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*