ગુજરાતમાં શાળા-કોલેજો ચાલુ કરવા ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકાર આગામી અઠવાડિયે શાળા-કોલેજો ખોલવાને લઈને નિર્ણય લઈ શકે છે. જે મુજબ જાન્યુઆરી પહેલા રાજ્યમાં શાળા કોલેજો ખૂલી શકે છે.શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુજરાતની એક ન્યુઝ ચેનલ સાથે વાત કરતા જણાવ્યું કે, દિવાળીની હવે વાર નથી તેથી તે પહેલા શાળા-કોલેજો નહિ ખુલે. શાળા-કોલેજો ફરવામાં જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી જેટલું મોડું પણ થઈ શકે છે.
સૌપ્રથમ ધોરણ 9 થી 12 અને કૉલેજ ખોલવામાં આવશે. બાળકોના સ્વાસ્થ્યની સરકારને સૌથી વધારે ચિંતા છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે શાળાઓશિક્ષણ વિભાગના રીપોર્ટ બાદ આરોગ્ય વિભાગ સાથે ચર્ચા કરી નિર્ણય લેવાશે.શાળાઓ શરૂ કરવાની સાથે આ નિયમોનું ફરજિયાત પણે પાલન કરવું પડશે.
1)શાળામાં સ્વચ્છતા અને સેનીટાઈઝરની વ્યવસ્થા ફરજિયાત કરવી પડશે.
2) શાળામાં એન્ટ્રી અને એક્ઝિટ વખતે વિદ્યાર્થીઓમાં સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન કરવું પડશે.
3)સંચાલકોએ જુદા જુદા વર્ગના વિદ્યાર્થીઓને અલગ અલગ સમય બોલાવવાના રહેશે.
4)હાજરી માટે દરેક વર્ગનો જુદું-જુદું સાપ્તાહિક કૅલેન્ડર રાખવું પડશે.
5)વિદ્યાર્થીને સ્કૂલમાં ફરજિયાત હાજર રહેવાનો આગ્રહ કરી શકાશે નહીં.
6)મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હોય તેવી શાળાઓ ઓછા સમયની બે શિફ્ટ કરવાની રહેશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં શાળાઓ ખોલવા બાદ આ નિયમોનું ફરજિયાત પણે પાલન કરવાનું રહેશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment