હાલ આપણી સમક્ષ અકસ્માતની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જામનગર રાજકોટ ધોરી માર્ગ પર વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક ઇકો કાર ટ્રકની પાછળ ઘુસી જતા તેમાં એક યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે.
વારંવાર બનતી આવી અકસ્માતની ઘટનામાં ક્યારેક ઘણા લોકો મોતને ભેટતા હોય છે. તો ઘણા લોકોને ગંભીર ઇજાઓ પહોંચતી હોય છે, ત્યારે હાલ એક ઇકો કાર અને ટ્રકની પાછળ ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો જેમાં એક યુવાનનું મોત થયું. સમગ્ર ઘટના વિશે પોલીસને જાણે થતાની સાથે જ ઘટના સ્થળે દોડી આવી હતી
અને પંચકોષીએ ડિવિઝન પોલીસે બનાવને પગલે આગળની કાર્યવાહી શરૂ કરી છે. મળતી માહિતી અનુસાર જામનગરમાં વિભાપર ગામમાં રહેતા જતીન છત્રાલા નામનો યુવાન કોઈ સામાજિક કામ પતાવીને રાજકોટથી પરત ફરતો હતો તે વેળાએ અકસ્માતની ઘટના બની હતી.
યુવાન સામાજિક કામ પતાવી રાજકોટ થી પરત ફરતો હતો ત્યારે જામનગર રાજકોટ હાઇવે પર રામપર ના પાટીયા નજીક જામનગર તરફથી આવતા રોડ પર તેને ઇકો કાર ટ્રકની પાછળ ઘુસી જતા ગંભીર અકસ્માત સર્જાયો અને ઘટનામાં યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું.
ઘટનાની જાણ પોલીસને થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને યુવાનના મૃતદેહને જામનગરની જીજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ખાતે મોકલી આપ્યો હતો. આ સમગ્ર ઘટના અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment