રાજકોટમાં સ્કૂલ બસ ડ્રાઈવરને ચાલુ વર્ષે હાર્ટ એટેક આવતા બસમાં મુસાફરી કરી રહેલી 17 વર્ષની દીકરીએ બસ ચલાવી અનેક લોકોની જિંદગી બચાવી, આ બહાદુર દીકરીને હજારો સલામ…

Published on: 1:57 pm, Mon, 6 February 23

મિત્રો આપણે જાણીએ જ છીએ કે દુર્ઘટના ક્યારે બને તેનું કંઈ જ નક્કી હોતું નથી. આજે અમે તમને એક એવા વિકટ સંજોગ વિશે જણાવીશું જેમાં એક સ્કૂલ બસના ડ્રાઇવરને અચાનક ડ્રાઇવિંગ કરતા સમયે હાર્ટ એટેક આવ્યો હોવાથી ડ્રાઇવર સ્ટેરીંગ પર ઢળી પડ્યો હતો. પરંતુ આવા સમયે 17 વર્ષીય એક વિદ્યાર્થીને પરિવારના લોકોને ગર્વની લાગણી થાય તેવું કાર્ય કરીને અનેક લોકોનો જીવ બચાવ્યો છે.

આ ઘટનાની વિગતવાર વાત કરીએ તો રાજકોટ નજીક ત્રંબામાં ભરાડ ડે સ્કૂલના બસ ડ્રાઇવર હારુનભાઈ ખીમાણી સાથે આ દુર્ઘટના બની છે. હારુનભાઈ તો જ સવારે 6:30 વાગે બસ લઇ વિદ્યાર્થીઓને શાળાએ છોડવા માટે લેવા જતા હતા. શાળાનો દરરોજ નો સમય 6:30 વાગ્યાનો હતો. પરંતુ એક શનિવારે સ્કૂલમાં એન્યુઅલ ફંકશન હોવાથી ઉપર એક વાગ્યે હારુનભાઈ વિદ્યાર્થીઓને છોડવા માટે નીકળ્યા હતા.

રૂટ પર એસ્ટ્રોન ચોક પાસે સૌપ્રથમ વિદ્યાર્થીની ભાર્ગવી વ્યાસ નું ઘર આવતું હોવાથી વિદ્યાર્થીની ભાર્ગવીને બસમાં બેસાડી બાદમાં અન્ય વિદ્યાર્થીઓને તેડવા માટે હારુનભાઈ નીકળ્યા હતા. જાણકારી અનુસાર ગોંડલ રોડ પર બસ ટ્રાફિકથી ભરપૂર મક્કમ ચોક નજીક પહોંચે ત્યારે અચાનક હારુનભાઈ નામના ડ્રાઇવરને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો.

ભાર્ગવી વ્યાસે જણાવતા કહ્યું હતું કે, તેઓની સ્કૂલમાં કાર્યક્રમ હતો તો તેઓને શાળાએ જવાનું હતું સ્કૂલ બસનો રૂટ હતો તે પ્રમાણે સવા એક વાગે આવી જવાનું હતું. પરંતુ હારું અને ભાઈને પાંચ દસ મિનિટ મોડું થતા ભાર્ગવીએ પૂછ્યું કે તેઓ કેમ મોડા આવ્યા?? ડ્રાઇવર હારુનભાઈએ કહ્યું કે સોરી બેટા પાંચ દસ મિનિટ મોડું થઈ ગયું. ભાર્ગવી એ વધારે જણાવતા કહ્યું કે

આ સમયે તેઓ પુલવામાં પણ ખચકાતા હતા અને ભાર્ગવીએ હારુ ભાઈ ને પૂછ્યું કે શું થયું તો તેઓએ કંઈ જવાબ ન આપ્યો અને અચાનક ડ્રાઈવરે બસના સ્ટેરીંગ પર માથું ઢાળી દીધું હતું. આ ઘટના બાદ ભાર્ગવી ખૂબ ડરી ગઈ હતી પરંતુ તેને હિંમત કરીને બહાદુરી બસના સ્ટેરીંગ ને સંભાળી લીધું. સ્ટેરીંગ હાથમાં લીધું ત્યારે થોડી વાત તો ભાર્ગવીને

લાગ્યું કે તે બસ ચલાવી શકશે કે નહીં પરંતુ બીજા લોકોના જીવ બચાવવા માટે તેણે આ સાહસ કર્યું. ભાર્ગવીએ વધારે જણાવતા કહ્યું કે મારામાં તાકાત હતી કેટલું બસ નું સ્ટેરીંગ વાળવાની મેં કોશિશ કરી હતી. બાદમાં બસનું સ્ટેરીંગ મારા હાથમાં લઈને મેં સ્ટેરીંગ ને વાળી દીધું હતું. તેણીએ પોતાના જીવની ચિંતા કર્યા વગર રસ્તા પર જતા ઘણા માસુમ

લોકોના જીવ બચાવવા બહાદુરી કરીશ સ્ટેરીંગ દિવાલ સાઈડ વાળી બસ વીજલોપ સાથે અથડાવી દીધી હતી. ભાર્ગવી એ હિંમત અને બહાદુરી પૂર્વક બસ ને રોકી સબ સ્ટેશન સાથે અથડાવી દીધી હતી. આ ઘટના બાદ આજુબાજુમાં ઘણા લોકો એકઠા થઈ ગયા અને તરત એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. ભાર્ગવી ના માતા સાધનાબેન વ્યાસે જણાવ્યું

હતું કે તેનો પુત્ર આવીને તેને કહ્યું મમ્મી ચાલ બહેનને એક્સિડન્ટ થયું છે ત્યારે થોડીવાર તો સાધનાબેન ખૂબ ગભરાઈ ગયા હતા અને ધ્રુજવા લાગ્યા હતા. પરંતુ તેને વિચાર આવ્યો તેઓની દીકરી ગમે તેવી પરિસ્થિતિ સામે લડી શકવાની તાકાત ધરાવનાર છે. જે બાદ ડ્રાઈવરને

પણ તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ખાસ વાત તો એ છે કે ભાર્ગવી ને બસ કેમ ચલાવી તેની કોઈ જાણકારી ન હતી છતાં પણ બહાદુરી દાખવી રાહદારીઓ તરફ જતી બસને રોકી ઘણા માસુમ લોકોની જિંદગી બચાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રાજકોટમાં સ્કૂલ બસ ડ્રાઈવરને ચાલુ વર્ષે હાર્ટ એટેક આવતા બસમાં મુસાફરી કરી રહેલી 17 વર્ષની દીકરીએ બસ ચલાવી અનેક લોકોની જિંદગી બચાવી, આ બહાદુર દીકરીને હજારો સલામ…"

Leave a comment

Your email address will not be published.


*