ગંગા નદીમાં સ્નાન કરીને પરત ફરી રહેલી મહિલાને ઈકો કારે કચડી નાખી, મહિલાનું ઘટના સ્થળે મૃત્યુ…જુઓ અકસ્માતનો લાઇવ વિડિયો

Published on: 10:55 am, Mon, 26 September 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી ગંભીર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. આ ઘટનામાં ઝડપે જતી ઈકોકારે એક મહિલાને જોરદાર ટક્કર લગાવી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

ઘટનાના સીસીટીવી ફૂટેજમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે એક ઈકો કાર રસ્તા પર ચાલીને જતી મહિલાને કચડી નાખે છે. અકસ્માતની ઘટના બની આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચે તે પહેલા તો ઇકો કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં મહિલાનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું.

આ ગંભીર અકસ્માતની ઘટના બેગુસરાઈ બની હતી. આ ગંભીર અકસ્માતની ઘટના નેશનલ હાઈવે 28 પાસે બની હતી. મૃત્યુ પામેલી મહિલાનું નામ હીરાદેવી હતું અને તેમની ઉંમર 52 વર્ષની હતી. હીરાદેવી રવિવારના રોજ સવારે ગંગા સ્નાન કરીને ઘર તરફ પરત ફરી રહ્યા હતા.

ત્યારે પૂરપાટ ઝડપે આવતી ઈકો કારે તેમને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે હીરાદેવી ગંભીર રીતે આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયા હતા. આ કારણસર તેમનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. હીરા દેવીના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે હીરાદેવીના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ઈકો કાર ચાલકની શોધખોળ શરૂ કરી દીધી છે.

સમગ્ર ઘટનાને લઈને પરિવારના લોકોએ જણાવ્યું કે, રવિવારના રોજ સવારે લગભગ પાંચ વાગ્યાની આસપાસ હીરા દેવી ગંગાઘાટથી ગંગામાં સ્નાન કરીને ઘર તરફ આવી રહ્યા હતા. ત્યારે નેશનલ હાઈવે 28 રોડ ક્રોસ કરતી વખતે ઇકોકારે તેમને જોરદાર ટક્કર લગાવી હતી. આ ઘટનામાં તેમનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ થયું હતું. હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેલી સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગંગા નદીમાં સ્નાન કરીને પરત ફરી રહેલી મહિલાને ઈકો કારે કચડી નાખી, મહિલાનું ઘટના સ્થળે મૃત્યુ…જુઓ અકસ્માતનો લાઇવ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*