આજકાલ તમામ લોકોની જિંદગી વ્યસ્ત થઈ ગઈ છે ત્યારે લોકો પોતાના આરોગ્ય પ્રત્યે ઓછું ધ્યાન આપતા હોય છે. પરંતુ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. નિયમિત પણે હેલ્થી ફૂડ ખાવું જોઈએ. ત્યારે તમે પણ જાણતા જ હશો કે, સવારનો નાસ્તો એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વડીલો દ્વારા પણ હંમેશા કહેવામાં આવતું હોય છે કે સવારે ખાલી પેટે ઘરની બહાર નીકળવું ના જોઈએ.
દિવસની શરૂઆત જ શુભ સવાર થી થાય છે. ત્યારે સવારે વ્યવસ્થિત નાસ્તો કરવો ખૂબ જ આવશ્યક છે. સવારના નાસ્તામાં હેલ્થી ફૂડનું સેવન કરવું જોઈએ. સવારે નાસ્તો કરવાથી આખો દિવસ ઉર્જાથી કામ કરી શકાય છે. સવારના નાસ્તામાં બને ત્યાં સુધી ફ્રુટ નું સેવન કરવું જોઈએ જેમ કે; પપૈયા, તરબૂચ, ડ્રાયફ્રુટ, વગેરે… આ ઉપરાંત શાકભાજીના રસ નું પણ સેવન કરવું લાભદાયક છે.
આ ખોરાક લેવાથી સ્વાસ્થય તો જળવાય જ રહે છે પરંતુ સાથે સાથે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.આ તમામ ફ્રૂટની ખાસિયત વિશે વાત કરીયે… નિષ્ણાંતો પણ સવારે પપૈયા ખાવાનું સૂચન કરે છે. કારણકે પપૈયામાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. જે ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડે છે.
તરબૂચનું સેવન કરવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે. કારણકે તેમાં વિટામીન સી, વિટામીન બી-6, લાઈકોપીન વગેરે રહેલું હોય છે. તરબૂચમાં ૯૦ ટકા પાણી હોવાથી ઉનાળામાં ગરમી સામે રક્ષણ પૂરું પાડે છે. આ ઉપરાંત પલાળેલા ડ્રાયફ્રૂટ્સ ખાવા પણ ખૂબ જ લાભદાયક છે કારણ કે તેમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે, જે શરીરને ઉર્જા માં રાખવાનું કાર્ય કરે છે.
દિવસની શરૂઆત દરમિયાન તમે જીરા નું પાણી અને શાકભાજીના રસનું પણ સેવન કરી શકો છો. તેનાથી વજન ઘટે છે અને શરીરના ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. જ્યારે શાકભાજીના રસ ની વાત કરીએ તો, શાકભાજી ના તાજા રસનું જ્યુસ પીવાથી પાચનતંત્ર સ્વસ્થ બને છે અને તેનાથી અન્ય શારીરિક લાભ જેમ કે, ત્વચા અને વાળ પણ સ્વસ્થ બને છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment