વીજળીના કડાકા ધડાકા સાથે તારે વરસાદ વરસ્યા બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા નું સામે આવી રહ્યું છે. ગુજરાત રાજ્યના તાપી જિલ્લાના પાટી, પંચોલ સહિતના ગામોમાં રાત્રે અને વહેલી સવારે ભૂકંપના હળવા આંચકા અનુભવાતા લોકોમાં હલ ચલ મચી ગઇ હતી. જામનગર જિલ્લાના અમુક વિસ્તારોમાં 1.9 તીવ્રતા સુધીનું કંપન નોંધાયું હતું.
તાપી જિલ્લાના પાટી,પંચોલ, પાથકવાડી,ડોલવણ,કાકડવા, સહિતના ગામોમાં મંગળવારે મોડી રાતે 1.26 વાગે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્ર નવસારી જિલ્લાના ભાગળ નામના વિસ્તારની નજીક માં દર્શાવતું હતું.બુધવારના રોજ વહેલી સવારે 6:30 વાગ્યે પણ આજ વિસ્તારોમાં બીજા ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
સોની તીવ્રતા રિકટર સ્કેલ પર 2.5 નોંધાઈ હતી. જેનું મધ્યકેન્દ્ર સુરત જિલ્લાના મહુવા તાલુકાના હળદવા ગામની આસપાસ દર્શાવતું હતું.
જેના કારણસર જામનગર થી 24 કિમી અને દક્ષિણ પૂર્વમાં વધુ બે વાર ધરતી ધ્રુજી ઉઠી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment