કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના ની કહેર ની સાથે જ રાજ્યમાં ભૂકંપના આંચકાઓ સતત વધી રહ્યા છે.રાજ્યમાં ખાસ કરીને જામનગર અને કચ્છ જિલ્લામાં ના ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે. કોરોના બાદ લોકોને ભૂકંપને લઈને પણ દર ફેલાઈ રહ્યો છે.
કચ્છ જિલ્લામાં ભૂકંપ નો દોર સતત યથાવત છે. કચ્છના ભચાઉ પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સવારે 9.52 વાગે આ આચકો નોંધાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.1 નોંધાઈ હતી. ભૂકંપનું એપિસેન્ટર ભચાઉ થી 16 કિ.મી દૂર નોંધાયું હતું. ભૂકંપના ઝટકાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
જામનગર જિલ્લામાં વધુ એક ભૂકંપનો આંચકો અનુભવાયો છે. મોડી રાતે અંદાજે 12:09 વાગે જામનગર માં ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા 2.4 હોવાનું સામે આવ્યું છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ કાલાવાડ તાલુકાના કરણા ગામે નોંધાયું હતું.સતત આવી રહેલા આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment