મોટા સમાચાર : ટૂંક સમયમાં ભારતમાં આવશે કોરોના ની રસી, રશિયા સાથે થયો કરાર

Published on: 6:12 pm, Wed, 16 September 20

ભારતમાં વધી રહેલા કોરોના ના કેસો વચ્ચે દેશ માટે એક મોટી ખુશખબર આવી છે. ડો.રેડીઝ લેબે ભારતમાં કોરોના ની દસ કરોડ રસી વેચવા માટે રશિયન ઉત્પાદક રશિયન ડાયરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ ફંડ સાથે જોડાણ કર્યું છે. આ રસી નવેમ્બર સુધીમાં ભારતમાં આવી શકે છે. સારા સમાચાર આવ્યા પછી બીએસઇ પર ડો.રેડીઝ નો શેર ₹181 ની મજબૂતી સાથે 4624.45 પર પહોંચ્યો છે.

સમાચાર અનુસાર, RDIF ભારતમાં ક્લિનિકલ ટ્રાયલ અને વિતરણ માટે રશિયાની ડો.સ્પુટનિક વી.રસી માટે ડો.રેડીઝ લેબોરેટરી સાથે કરાર કર્યો છે. ભારતનો આ કરાર મુજબ રશિયન કંપની રેડીઝ ને 100 મીલીયન રસિ પહોંચાડશે.RDIF ના સી.ઈ.ઓ કિરિલ દીમિત્રિવે એ એક નિવેદનમાં જણાવ્યું છે .

જો ટ્રાયલ સફળ થાય તો નવેમ્બર સુધીમાં રસી ભારતમાં મળી જશે. તેમણે કહ્યું કે ડો. રેડિઝ રશિયામાં લગભગ ૨૫ વર્ષથી વ્યવસાયિક હાજરી ધરાવે છે અને એક મોટી ભારતીય કંપની છે.

તેમને કહ્યું કે છેલ્લા એક દાયકામાં રશિયામાં માનવ એડેનોવાયારસ ડ્યુઅલ વેક્ટર પ્લેટફોર્મ ની લગભગ 250 ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવી છે અને કોઈ સંભવિત નકારાત્મક પરિણામો જોવા મળ્યા નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!