અમદાવાદ(Ahmedabad) શહેરમાં રોડ પર ખાડા પડવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે એવી જ ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર શહેરમાં આજે સવારે સરખેજના અંબર ટાવર રોડ(AmberTowerRoad) પર ખાડો પડતા ત ત્યાંથી પસાર થતો એક રિક્ષા ચાલક રિક્ષા સાથે ખાડાની અંદર ઘુસી ગયો હતો.
નસીબજોગે તેમાં કોઈ મુસાફરી નહીં હોવાથી માત્ર રિક્ષાચાલકને આ સમગ્ર ઘટનામાં સામાન્ય ઈજા પહોંચી હતી. આ ઘટના બનતા જ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રિક્ષાચાલકને ખાડામાંથી બહાર કાઢ્યો હતો.
ત્યારબાદ ક્રેનની મદદથી રિક્ષાને પણ બહાર કાઢવામાં આવી હતી. અમદાવાદમાં ઘટના બનતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઇ હતી.
ઉપરાંત નગરપાલિકાના પ્રિમોન્સૂન કામગીરીને લઇને પણ પ્રશ્નો ઉભા થયા હતા. રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ઘણી જગ્યાએ રોડના ધોવાણ થઇ ગયા છે.
અને ઘણી જગ્યાએ તો રોડની વચ્ચોવચ મોટા ખાડા પડી ગયા છે તે કારણોસર વાહનચાલકોને રોડ પર ભારે મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત ઘણી જગ્યાએ રોડ ધોવાઈ જવાના કારણે રોડ પર વાહન ચલાવવા ખૂબ જ મુશ્કેલ પડી ગયા છે.
આ ઉપરાંત રાજ્યમાં વરસાદની વાત કરે તો ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી સમયમાં વરસાદ મન મૂકીને વરસે. ઉપરાંત ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ પણ સર્જાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment