તહેવારોના દિવસોમાં રાજ્યના આ વિસ્તારમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો,અનેક વિસ્તારોમાં થયો વરસાદ

184

દિલ્હીના ઘણા વિસ્તારોમાં રવિવારે સાંજના સમયે વરસાદ પડયો હતો અને જેના કારણે તાપમાન અને પ્રદૂષણમાં ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગે પહેલા જ અનુમાન વ્યક્ત કર્યું હતું કે દિવાળીના દિવસે દિલ્હીના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે અને તેનાથી તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે.હવામાન વિભાગના અનુમાન પ્રમાણે દિલ્હીમાં સાંજે વરસાદ અને.તેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો.

દિલ્હીમાં હવામાં પણ સુધારો જોવા મળ્યો.ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં વાયુ પ્રદૂષણ નું સ્તર ઘણા દિવસોથી ગંભીર શ્રેણીમાં આવ્યો હતો. જેના કારણે મોટાભાગના વિસ્તારોમાં રેડ ઝોન જાહેર કરી દેવામાં આવ્યું છે. દિવાળીમાંલોકોએ ફટાકડા ફોડયા જેનાથી વાયુ પ્રદૂષણમાં વધારો થયો છે.

દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં પહોંચી ગઈ હતી.સાંજે પડેલા વરસાદને કારણે તેમાં રાહત જોવા મળી હતી.

આ વર્ષે વરસાદ અને કોરોના સાથે દિલ્હીના લોકો ને ખુબ જ મુશ્કેલી પડી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!