કચ્છની અબડાસા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે ચૂંટણીના મતવિસ્તારોમાં પ્રવાસ શરૂ કર્યા છે. આજે કચ્છ અબડાસા માં પેટા ચૂંટણીના પ્રચાર દરમિયાન હાર્દિક પટેલે મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ ને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું.અબડાસા ચૂંટણી પ્રચાર દરમિયાન મુખ્યમંત્રી રૂપાણી કોંગ્રેસના નેતાઓ પર સવાલ ઉઠાવ્યા હતા.
કોંગ્રેસના નેતાઓ કોરોના કાળમાં જયપુરમાં કેમ ગયા તેઓ સવાલો મતદારોને પૂછવા આવવાના કર્યું હતું તેનો જવાબ આપતા અમિત ચાવડાએ મુખ્યમંત્રીના સવાલનો જવાબ આપતા કહ્યું કે રાજ્યમાં દારૂ મળે છે તેના માટે કોણ જવાબદાર?હાર્દિક પટેલે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે, પેટાચૂંટણી ગદ્દારો વીએસ વફાદાર ની લડાઈ છે. મુખ્યમંત્રી માટે પેટાચૂંટણી માટે નફો વકરો છે.
હાર્દિક પટેલે ભાજપ અધ્યક્ષ પાટીલ પર નિશાન સાધતા કહ્યું કે.ભાજપપાસે નેતૃત્વની કમી છે. ભાજપે રાજ્ય બહારના વ્યક્તિને પ્રમુખ બનાવ્યા છે. આજરોજ 22 ને ગુરુવારે કચ્છ અબડાસા, 23 ને શુક્રવારે મોરબી.
24 ને શનિવારે લીંબડી,25 ને રવિવારે ધારી, 24 ને મંગળવારે ડાંગ અને 28 ને બુધવારે કપરાડા બેઠક માટે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment