સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી બેઠકને લઈ ને ભાજપ માટે આવ્યા એક મોટા સમાચાર

Published on: 8:21 pm, Thu, 22 October 20

આગામી 3 નવેમ્બરના રોજ ખાલી પડેલી 8 વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી યોજવા જઇ રહી છે. લીંબડી બેઠક પર પણ પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે ચૂંટણીમાં ભાજપના કિરીટસિંહ રાણા અને કોંગ્રેસના ચેતન ખાચર વચ્ચે જંગ જામશે. આપેલા ભાજપને લીમડી બેઠક પર વધુ એક મોટો ફટકો પડયો છે.સાયલા તાલુકાના ખીટલા ગામે ભાજપના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છે.

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી ની ઉપસ્થિતિમાં અંદાજે 11 થી વધુ ભાજપના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છે. ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાતા રાજકારણ ગરમાયું છે.લીંબડી ઉપરાંત ગઢડા, ધારી, કરજણ, કપરાડા, ડાંગ, અબડાસા, મોરબી આમ 8 બેઠકો પર પેટાચૂંટણી યોજવા જઇ રહી છે.

પેટા ચૂંટણીનું પરિણામ 10 મી નવેમ્બરે જાહેર થવાનું છે.આ વખતે ગુજરાતની પેટાચૂંટણીમાં લીમડી બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કટોકટીનો માહોલ છે.

એવામાં જ લીમડી બેઠક પર ભાજપની એક ફટકો પડ્યો. તે કોંગ્રેસ માટે સારા સમાચાર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!