સોમવારના રોજ પ્રયાગરાજમાં બનેલી એક મોટી અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ પ્રયાગરાજના સરૈનિયત ક્ષણાક્ષેત્રમાં આંદાવન તળાવમાં દુર્ગા મૂર્તિ વિસર્જન દરમિયાન આ ઘટના બની હતી. આ ઘટનામાં ત્રણે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
જેમાંથી બે યુવક અને એક આધેડનું મૃત્યુ થયું છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને પાણીમાંથી ત્રણેયના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. નવરાત્રીના અવસરે શેખ અહમદ પુર ગામ માં દુર્ગા મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી.
નવ દિવસની પૂજા બાદ વિજયાદશમીના દિવસે વિસર્જન વખતે મા દુર્ગાની મૂર્તિને ધામધૂમથી અંડવી તળાવમાં લાવવામાં આવી હતી. મૂર્તિ વિસર્જન માં મદદ કરવા માટે અહમદપુર ગામના રહેવાસી અનિલ, 12 વર્ષીય અંકિત અને 15 વર્ષીય પ્રમોદ તળાવમાં ઉતર્યા હતા. મૂર્તિ વિસર્જન દરમિયાન સંતુલન બગડે છે.
આ કારણોસર 8 જેટલા લોકો તળાવમાં ડૂબી હતા. ત્યારે અજય અને શનિ નામના યુવકે તળાવમાં કૂદીને એક પછી એક કરીને પાંચ લોકોને બહાર કાઢી લીધા હતા. પરંતુ અજય અને શનિ અનિલ, અંકિત અને પ્રમોદન બચાવી શક્યા નહીં. ત્રણેયના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી.
ત્યારબાદ પોલીસે મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. આ ઘટના બનતા પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. એકસાથે ગામમાંથી ત્રણ અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડયું હતું. બે પરિવારે પોતાના જવાનજોધ દીકરાને ગુમાવ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment