કાકીએ ફોનના ચાર્જિંગ વાયરથી પોતાના 5 વર્ષના માસુમ ભત્રીજાનું ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો – જાણો સમગ્ર ઘટના…

Published on: 1:03 pm, Tue, 12 April 22

હાલમાં ઘણા અવારનવાર કિસ્સાઓ બનતા હોય છે. ત્યારે હરિયાણામાં બનેલો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હરિયાણાના કરનાલ જિલ્લાના કમાલપુર ગામમાં ચાર વર્ષના 10 નાના બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેનું ગળું દબાવીને તેનો જીવ લઈ લેવામાં આવ્યો હતો.

આ મોટો ખુલાસો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સામે આવ્યો છે. ત્યારબાદ પોલીસે સમગ્ર ઘટનાને લઇને કેટલાક શંકાસ્પદ લોકોની પૂછપરછ ચાલુ કરી હતી. મળતી માહિતી મુજબ 5 એપ્રિલના રોજ બપોરે પોતાની મમ્મી પાસેથી પૈસા લઇને ઘરેથી દુકાને ખાણીપીણીની વસ્તુઓ લેવા માટે ગયો હતો.

ત્યારબાદ 10 અચાનક ગુમ થઈ ગયો હતો. ત્યારબાદ પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી અને અંતે તેમને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી હતી.

કસ્ટડીમાં તેની પૂછપરછ કરી પરંતુ પૂછપરછ દરમિયાન કોઈપણ પ્રકારના સબૂતો ન મળ્યા તેથી જશના પરિવારજનોએ નેશનલ હાઇવે બ્લોક કરી દીધો હતો. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે બાળકને આરોપીને શોધી કાઢ્યો છે. જશનો જીવ લેનાર બીજું કોઈ નહીં પરંતુ જશની કાકી અંજલી જ હતી. અંજલી જશના પિતાના કાકાના દીકરા વિકાસની પત્ની છે.

મળતી માહિતી અનુસાર જશ લાપતા થયો ત્યારે વિકાસે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોસમોટમ રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળ્યું જશનું ગળું દબાવીને જીવ લઈ લેવામાં આવ્યો છે. ત્યારબાદ પોલીસે વિકાસની ફરિયાદના આધારે તેની પત્ની અંજલીની ધરપકડ કરી હતી.

ત્રણ દિવસની રિમાન્ડ બાદ અંજલિએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. અંજલિએ કયા કારણોસર પોતાના ભત્રીજાનો જીવ લીધો તેની હજુ કોઈ પણ પ્રકારની માહિતી આપી નથી. જશ જ્યારે બેડ પર ઊંધો સૂઈને ગેમ રમતો હતો. ત્યારે અંજલી મોબાઇલના ચાર્જરથી જશનું ગળું દબાવી દીધું હતું. ત્યારબાદ જસદણ મૃતદેહને એક મોટા બેગમાં ભરીને રાજેશ નામના વ્યક્તિના અગાસીમાં રાખી દીધું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કાકીએ ફોનના ચાર્જિંગ વાયરથી પોતાના 5 વર્ષના માસુમ ભત્રીજાનું ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો – જાણો સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*