ઝેરી દારૂના કારણે 3 દિવસમાં 11 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, 35 લોકોની હાલત ગંભીર, 14 લોકોએ આંખોની રોશની ગુમાવી – મૃતકોના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું…

Published on: 5:16 pm, Fri, 5 August 22

ગુજરાતમાં લઠ્ઠાકાંડની ઘટના હજુ તો શાંત નથી પડ્યો, ત્યાં છાપરામાં ફરી એકવાર ઝેરી દારૂએ હાહાકાર મચાવી છે. ઝેરી દારૂ ના કારણે બુધવારના રોજ રાત્રે લોકોના મૃત્યુ થવાના શરૂ થયા હતા જે આજે પણ ચાલુ જ છે. લગભગ ત્રણ દિવસમાં ઝેરી દારૂના કારણે 11 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. 35 લોકોની હાલત હજુ ગંભીર છે. તેમને છાપરાની પટના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જેમાંથી 14 લોકોએ પોતાની આંખોની રોશની ગુમાવી છે .આ સમગ્ર ઘટના બનતા જ પોલીસ દોડતી થઈ ગઈ હતી. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે એક દારૂ માફિયાની ધરપકડ કરી છે. આ ઘટના બન્યા બાદ કેટલાક પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. મૃત્યુ પામેલા 11 લોકોમાંથી છ લોકોના મૃત્યુ પટના મેડિકલ કોલેજ હોસ્પિટલમાં થયા હતા અને જ્યારે ત્રણ લોકોના મૃત્યુ છાપરામાં થયા હતા.

11 લોકોના મૃત્યુના કારણે ચારેય બાજુ માતમ છવાઈ ગયો છે. મૃતકોના પરિવારજનો બૂમો પાડી રહ્યા હતા કે, દારૂ પીવાના કારણે તેમના મૃત્યુ થયા છે. આ સમગ્ર ઘટના ને લઇને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. દારૂ પીવાના કારણે મૃત્યુ થતાં ગામજનો સહિત વહીવટી વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. ઝેરી દારૂ ના કારણે 14 લોકોએ પોતાની આંખની રોશની ગુમાવી છે.

મળતી માહિતી અનુસાર બુધવારે રાત્રે અને ગુરુવારે સવારે મકેર પોલીસ સ્ટેશન વિસ્તારના ભાથા નોનિયા ટોલીના કેટલાય લોકોએ દેશી દારૂ પીધો હતો. ત્યારબાદ બધા બીમાર પડી ગયા હતા. તેથી તેમને સારવાર માટે અલગ અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

કેટલાક લોકોને છપરા સદર હોસ્પિટલ, કેટલાક લોકોને પટના મેડિકલ કોલેજ અને કેટલાક લોકોને ખાનગી નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન નવ લોકોને મૃત્યુ નીપજ્યા હતા. હોસ્પિટલમાં દાખલ પીડિત લોકોએ જણાવ્યું કે, ગામમાં પૂજા હતી. પૂજા પૂરી થયા બાદ તેઓએ દેશી દારૂ મંગાવ્યો હતો. ત્યારબાદ કેટલાયા લોકોએ ભેગા મળીને દારૂ પીધો હતો.

આ ઘટનામાં 28 વર્ષીય ચંદન મહતો, 45 વર્ષીય કમલ મહતો, 28 વર્ષીય ઓમનાથ મહતો, 60 વર્ષીય ચંડેશ્વર મહતો, 45 વર્ષીય રાજનાથ મહતો, 50 વર્ષીય શકલદીપ મહતો, 55 વર્ષીય ધનીલાલ મહતો, 65 વર્ષીય વિશ્વનાથ મહતો, 45 વર્ષીય લખન મહતો અને 40 વર્ષીય કામેશ્વર મહતોનું મૃત્યુ થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઝેરી દારૂના કારણે 3 દિવસમાં 11 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, 35 લોકોની હાલત ગંભીર, 14 લોકોએ આંખોની રોશની ગુમાવી – મૃતકોના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું…"

Leave a comment

Your email address will not be published.


*