મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસે રાજકોટના જામકંડોરણામાં એક જાહેર સભાને સંબોધી હતી. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહંત કરસનદાસ બાપુ ને પણ મળવા ગયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહંત કરસનદાસ બાપુ ના આશીર્વાદ લીધા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મહંત કરસનદાસ બાપુનો ફોટો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે પરબધામના મહંત કરસનદાસ બાપુ પ્રસિદ્ધ ભવિષ્યવકતા છે. કોરોનાની મહામારી શરૂઆત થાય તે પહેલા કરસનદાસ બાપુનો એક જુનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયું હતું.
જેમાં કરસનદાસ બાપુએ વર્ષ 2020માં વાયરસને લઈને એક મોટી આગાહી કરી હતી. વાયરસને લઈને ભવિષ્યવાણી કરતા કરસનદાસ બાપુ એ કહ્યું હતું કે વાયરસના કારણે કરોડો લોકોને મૃત્યુ થશે. તેમની આ ભવિષ્ય વાણી સાચી પણ પડી હતી. ત્યારે હાલમાં કરસનદાસ બાપુની એક ભવિષ્યવાણીનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
જેમાં કરસનદાસ બાપુ 2023-24માં ભૂખમરાની ભવિષ્યવાણી કરી રહ્યા છે. અને ભૂખમરાથી બચવાનો ઉપાય જણાવી રહ્યા છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે કરસનદાસ બાપુ કહી રહ્યા છે કે, 2023-24માં દુનિયામાં ભૂખમરો આવશે. ભૂખમરાથી બચવા માટે કરસનદાસ બાપુએ લોકોને જુવાર અને બાજરી વાવવાની સલાહ આપી છે.
કરસનદાસ બાપુનું કહેવું છે કે ભૂખમરા વખતે તમારી પાસે બાજરી હશે. તો તે સમયે તમે પાણી સાથે બાજરી ખાઈને જીવી જશો. કરસનદાસ બાપુ એ કહ્યું કે, ભૂખમરાથી મોટી સંખ્યામાં દુનિયાભરમાં લોકોના મૃત્યુ થશે. આ વીડિયોમાં પરબધામના મહંત કરસનદાસ બાપુ છે કે કોઈ બીજું એની પણ કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરવામાં આવી નથી.
‘2023-24માં અનાજ ભેગું કરી રાખજો, વિશ્વમાં 6 અબજ માણસો ભૂખમરાથી મરી જશે: જાણો કરશનદાસ બાપૂની ભવિષ્યવાણી#ZEE24Kalak pic.twitter.com/KyDmffnbgq
— Zee 24 Kalak (@Zee24Kalak) September 18, 2022
પહેલીવાર કરસનદાસ બાપુ નો આવો વિડીયો વાયરલ નથી થયો આ પહેલા પણ કોરોનાના સમયે કરસનદાસ બાપુનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો.
‘સંત અને સેવક’ની મુલાકાત…
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi એ પરબધામના પૂજ્ય કરસનદાસ બાપુ સાથે લાગણીસભર મુલાકાત કરી. pic.twitter.com/8o883NIU5w
— BJP Gujarat (@BJP4Gujarat) October 11, 2022
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment