મહામારી ના કારણે વ્યાપાર ઉદ્યોગ ની કમર તૂટી ગઈ છે. સુરતના કપડા ઉદ્યોગ બંધ થવાને કારણે તેના સાથે જોડાયેલા અન્ય ઉદ્યોગની હાલત પણ લાચાર બનતી જઈ રહી છે. ડાઈંગ પ્રોસેસિંગ યૂનિટોમાં જોબ વર્ક ન હોવાને કારણે 50 ટકા કરતાં પણ વધારે ડાઈંગ પ્રોસેસિંગ યૂનિટો બંધ થઈ ગયા છે.
અને તેમાં કામ કરનારા લોકો પોતાના વતન અને ગામ તરફ પરત ફરી રહ્યા છે. મહામારી ના કારણે વ્યાપાર નું માહોલ ખૂબ જ ખરાબ થઇ ગયો છે. દસ દિવસ કરતાં પણ વધારે સમયથી સુરતનો કાપડ ઉધોગ બંધ હાલતમાં છે.
માલ નહીં હોવાને કારણે કેટલાક દિવસથી વિવર્સ દ્વારા લુમ્સ ના કારખાના પણ બંધ કરી દેવામાં આવ્યા છે. કેટલીક મિલોમાં છેલ્લા એક અઠવાડિયાથી બે-ત્રણ દિવસ રજા પણ આપવામાં આવી રહી છે.
તેના કારણે મોટી સંખ્યામાં શ્રમિકો અને પરપ્રંતિયો પોતાના વતન જઈ રહ્યા છે. શહેરના ઘણા વિસ્તારોમાંથી લક્ઝરી બસમાં બેસીને શ્રમિકો પોતાના વતન તરફ જઈ રહ્યા છે.
તેવામાં જો વ્યાપાર ઉદ્યોગ ચાલુ પણ રહેશેે તો કારીગરોની કમીના કારણે મિલો બંધ કરવા જેવી હાલત ઊભી થઇ ગઈ છે. જોકે આ તમામ કારણોથી ઇન્ડસ્ટ્રીને ઉત્પાદન ક્ષમતા 30 ટકા થઈ ગઈ છે.
સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ જીતુ વખારિયા એ જણાવ્યું કે કાપડ માર્કેટ બંધ થવાને કારણે જોબ વર્ક ઘટી ગયું છે.
એટલું જ નહીં પહેલાથી જ માલ તૈયાર કરવામાં આવ્યો છે તેનો સ્ટોક પણ ગોડાઉનમાં પડી રહ્યો છે જેના કારણે ગોડાઉન ભરાઈ ગયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment