કોરોના ની બીજી લહેર પૂરી થતી હોવાના જયંતિ રવિના સંકેત,જાણો શું કરી મોટી વાત

160

રાજ્યોમાં વકરેલી કોરોના મહામારી ની પ્રથમ લહેર ખૂબ જ ભયાનક સાબિત થઈ છે.આ બીજી લહેર ના કારણે ગુજરાત માં લાખો લોકો સંક્રમિત થયા અને અનેક લોકો મોત ને પણ ભેટ્યા છે. કોરોના ની ત્રીજી વેવ ની તૈયારીઓ માટે એક્સપર્ટ કમિટી સાથે સરકારે આજે બેઠક કરી હતી.

કોરોના ની ત્રીજા વેવ ની તૈયારીઓ માટે એક્સપર્ટ કમિટી સાથે બેઠક કર્યા બાદ રાજ્યના આરોગ્ય સચિવ એ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને જણાવ્યું હતું કે હાલ બીજી લહેર માં કેસ ઘટી રહ્યા છે.

ડિસ્ચાર્જ રેટ પણ વધ્યો છે જો કે દેશમાં કોરોના ની ત્રીજી લહેર નો પણ સંભવિત ખતરો છે. ત્રીજી લહેર પહેલા સાવચેતી રાખવી જરૂરી છે. ત્રીજી લહેર પહેલા વેક્સિનેશન ને વધુ ઝડપી બનાવવામાં આવશે જેથી કરીને લોકો ઓછા સંક્રમિત થાય છે.

જયંતિ રવિએ વધુમાં જણાવ્યું કે, આવતા બે-ત્રણ દિવસમાં ડીટેલ પ્લાન બનાવાશે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માનવ સંસાધનની તૈયારીઓ કરાશે.

સેકન્ડ વેવ ના કેસ વધતા હતા તે 29 એપ્રિલથી ધીમે ધીમે ઘટવાની પ્રક્રિયા થાય છે. સાથે જ બીજા માપદંડ છે તેના આધારે પણ કોરોના ના કેસો ઓછા થઈ રહ્યા છે.

જોકે આ દરમિયાન જયંતિ રવિ એવી પણ આશંકા વ્યક્ત કરી હતી કે, વાયરસનું બિહેવ્યર આપણે ન કહી શકીએ. સરકારે બીજા વેવ બધા જ પ્રયત્ન કર્યા અને હવે બીજા વેવ માં કોરોના કંટ્રોલ આવી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!