ગુજરાતના પાડોશી રાજ્ય માં લોકડાઉનને પગલે રાજ્યની રૂપાણી સરકારે લીધો મોટો નિર્ણય,જાણો

81

રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી વાયરસ ના કેસો વધી રહ્યા છે અને જ્યાં વાઇરસના કેસો વધી રહ્યા છે તે રાજ્યોમાં લોકડાઉન લગાવવામાં આવ્યા છે. ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ લોકડાઉન છે. જેના કારણે આ રાજ્યોમાં જતી એસટી બસો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાતની પડોશી રાજ્યમાં લોકડાઉન ને પગલે એસટી સેવા ની અસર પહોંચી છે અને પેસેન્જર ન મળતાં અને ત્રણ રાજ્યમાં રૂટ બંધ કરવામાં આવ્યા છે. લોકડાઉન ને પગલે ત્રણ રાજ્યોમાંથી તેમની સરકારી બસો પણ ગુજરાત નથી આવતી.

વેક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં ફૂલ 1,03,27,556 લોકોને વેકસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 32,74,079 લોકોને કોરોનાનો રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

આમ ફૂલ 1,35,41,635 લોકોને રસીકરણનો ડોઝ આપવામાં આવ્યો છે. આજે 18 થી 44 વર્ષ સુધીના 13,537 વ્યક્તિઓને પ્રથમ ડોઝ નું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષ થી વધુ વયના.

અને 45 થી 60 વર્ષના ફૂલ 24,886 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 91,215 વ્યક્તિઓને બીજા ડોઝ નું રસીકરણ કરાયું. જ્યારથી આ મહામારી શરૂ થઈ છે ત્યારથી રાજ્ય સરકાર દ્વારા વાયરસ ના કેસ.

અને તેનાથી થનારા મોતના આંકડામાં જણાવવામાં આવતા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આજે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજી સરકાર પર આક્ષેપ કર્યા હતા.

અમિત ચાવડાએ કહ્યું કે રાજ્યમાં વાયરસના કારણે બે લાખ જેટલા મોત થયા છે પરંતુ સરકાર આંકડા છુપાવી રહી છે ઉપરાંત તેમને કહ્યું કે સરકાર વાયરસના નિયંત્રણમાં નિષ્ફળ ગઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!