આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ ઈશુદાન ગઢવી અમદાવાદમાં નિકોલમાં વીજળીના મુદ્દે મોટી જાહેર સભામાં હાજરી આપી હતી. ભારે વરસાદના કારણે ઈશુદાન ગઢવીને સાંભળવા હજારોની સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી અને તેઓએ તે કાર્યક્રમ સંબોધતા કહ્યું કે અરવિંદ કેજરીવાલ આ દેશની એકમાત્ર આશા છે અને આમ આદમી પાર્ટી જ લોકોની એકમાત્ર આશા છે.
આપને જણાવી દઈએ કે છેલ્લી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 20 થી 28 ટકા મત મળ્યા હતા અને આના કારણે ઈશુદાન ગઢવીએ કહ્યું કે જનતાએ અમને સ્વીકારી લીધા છે. ઈશુદાન ગઢવીએ ભાજપ સરકાર પર કટાશ કરતા કહ્યું કેરળમાં જ્યાં શિક્ષિત લોકો વસે છે ત્યાં આજ સુધી ભાજપને 5 ટકા થી વધારે મત મળ્યા નથી અને પંજાબમાં તો ભાજપ નો સફાયો થઈ ગયો છે અને આજે આખી દુનિયાએ દિલ્હી નો ઇતિહાસ જોયો છે.
તેઓએ વીજળીના મુદ્દે વાત કરતાં જણાવ્યું કે મોટાભાગના લોકો જે વીજ બિલ મેળવી રહ્યા છે તેમાં છેતરપિંડી થઈ રહી છે. ગુજરાતની જનતા પાસેથી વીજળી બિલના નામે જુદા જુદા 4જો વસૂલ કરવામાં આવે છે અને જનતા બિલની ફરિયાદ કરવાના બદલે તેઓ તેને જ સાચું માની લે છે.
બીજી તરફ દિલ્હી અને પંજાબ ના આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે ત્યાંરે જનતાને મફતમાં વીજળી આપવામાં આવી રહી છે. મફત વિજળીએ દાન નથી પરંતુ લોકોનો મૂળભૂત અધિકાર છે. અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં પણ કેવી રીતે મફતમાં વીજળી આપી શકાય તે અંગે વાત કરવા થોડા દિવસોમાં ગુજરાત આવી રહ્યા છે અને વીજળી સમસ્યાનો સંપૂર્ણ અરવિંદ કેજરીવાલ ઉકેલ લાવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment