PUBGના કારણે નેતાના 21 વર્ષીય દીકરાએ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું, ગેમમાં ચેલેન્જ ન પૂરો થતાં…

થોડાક દિવસ પહેલાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વધુ એક યુવકે PUBG ગેમના કારણે ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. એક 21 વર્ષના યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટના રાજસ્થાનના ઉદયપુરમાં બની હતી.

અહીં જિલ્લા પરિષદ સભ્ય અને કોંગ્રેસના નેતા કામિની ગુર્જરના 21 વર્ષીય દીકરા પ્રથમ ગુજરે પોતાનું જીવન ટુંકાવ્યું છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે પ્રથમ ગુજરે PUBG ગેમના કારણે પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મળતી માહિતી અનુસાર પ્રથમ ગેમમાં ચેલેન્જ પૂરો ન કરી શક્યો હતો.

જેના કારણે તેને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે તેવું જાણવા મળી રહ્યું છે. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે પ્રથમનો મોબાઈલ જપ્ત કરી લીધો છે. પ્રથમનો મોબાઇલ લોક છે. લોક ખુલ્યા બાદ થોડીક માહિતી મળી શકે તેવી શક્યતાઓ છે.

સમગ્ર ઘટનાને લઇને પ્રથમના પરિવારનું કહેવું છે કે, પ્રથમને કોઈપણ પ્રકારનો તણાવ કે ટેન્શન ન હતું. પરિવારે વધુમાં જણાવ્યું કે પ્રથમ મોબાઈલ ઉપર વધુ ગેમ રમતો હતો. કદાચ આ ગેમ PUBG હતી. મળતી માહિતી અનુસાર શનિવારના રોજ જ્યારે પ્રથમના પિતા સવારે 8 વાગ્યાની આસપાસ ગાર્ડનમાં છોડવાને પાણી પીવડાવી રહ્યા હતા.

ત્યારે તેમની નજર પ્રથમના રૂમ માં ગઈ હતી. તેમને પ્રથમનું મૃતદેહ લટકતી હાલતમાં જોયું હતું. આ દ્રશ્ય જોઇને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ત્યાર બાદ પિતાએ આજુબાજુના લોકોની મદદથી દીકરાની રૂમનો દરવાજો તોડ્યો હતો.

ત્યારબાદ તેમને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રથમ ની પાસેથી કોઇપણ પ્રકારનું સુસાઇડ નોટ મળી આવતું નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*