ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી…! 91 જેટલા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો, છેલ્લા 24 કલાકમાં આ તાલુકામાં સૌથી વધારે વરસાદ…

Published on: 10:34 am, Mon, 13 June 22

ગુજરાત રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી ભારે વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો 91 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે ગુજરાતની જનતાને કાળઝાળ ગરમીથી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

છેલ્લા 24 કલાકમાં મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં સૌથી વધારે વરસાદ પડ્યો છે. સતરામપુરમાં છેલ્લા 24 કલાકમાં 75 મિમી વરસાદ વરસ્યો છે. ત્યારે આજરોજ વહેલી સવારે ભરૂચ, અમદાવાદ, ખેડા અને અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી રહ્યો છે.

ગઈકાલે ઉમરગામ, કપરાડા, ધરમપુર, સતરામપુરા અને ઝાલોદમાં સારો એવો વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ આજરોજ પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં શનિવારના રોજ મોડી રાત્રે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો.

જ્યારે રવિવારના રોજ વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ગઈકાલે વડોદરામાં ધોધમાર વરસાદ પડવાના કારણે વડોદરાના રસ્તા પાણી થી રેલમછેલ થઇ ગયા હતા. વડોદરા શહેરમાં 20 મિમી જેટલો વરસાદ પડતા શહેરનું તાપમાન 4 ડિગ્રી જેટલું ઘટી ગયું છે.

ઉત્તર ગુજરાતમાં શનિવારના રોજ મોડી રાત્રે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. જ્યારે રવિવારના રોજ વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ગઈકાલે વડોદરામાં ધોધમાર વરસાદ પડવાના કારણે વડોદરાના રસ્તા પાણી થી રેલમછેલ થઇ ગયા હતા.

વડોદરા શહેરમાં 20 મિમી જેટલો વરસાદ પડતા શહેરનું તાપમાન 4 ડિગ્રી જેટલું ઘટી ગયું છે. વરસાદના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વીજળી પણ પડી છે. વીજળી પડવાના કારણે અત્યાર સુધીમાં ચાર મહિલાઓના મૃત્યુ થયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી…! 91 જેટલા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો, છેલ્લા 24 કલાકમાં આ તાલુકામાં સૌથી વધારે વરસાદ…"

Leave a comment

Your email address will not be published.


*