ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે ગુજરાતના અમરેલી જિલ્લામાં મેઘરાજાએ પોતાની કહેર વરસાવી રહ્યા છે. અમરેલી જિલ્લામાં અધિક માસમાં થનારા વરસાદથી ધરતીપુત્રો ની ચિંતા વધી ગઈ છે. આજરોજ વરસાદના કારણે રોડ રસ્તાઓ પાણી પાણી થઇ ગયા હતા અને જિલ્લામાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદ તૂટી પડયો હતો.
ગામડાઓમાં ભારે પવન સાથે વરસાદ ત્રાટકતા વીજપુરવઠો પણ ખોરવાઈ ગયો હતો.અમરેલી જિલ્લાના ખાંભા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આજે બપોર બાદ વધારે પડતો વરસાદ પડ્યો હતો. ખડાધાર, કંટાળા, બોરાળા સહિતના અનેક ગામોમાં વરસાદ અડધા કલાકમાં એક ઇંચ જેટલો પડ્યો હતો.
નાનુડી ગામમાં ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પાણી પાણી થઇ ગયા હતા. ધારીના વિરપુર,ગઢીયા,નાની ધારી, ઇંગોરાળા સહિતના ગામોમાં વરસાદના કારણે લોકો પરેશાન થઇ ચુક્યા હતા.
આ વર્ષે વરસાદના કારણે નુકસાન થયું છે.ખેડૂતોની ચિંતામાં પણ મોટો વધારો થયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment