છેલ્લા થોડા દિવસોથી ઉતરાખંડમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તરાખંડમાં પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી છે. આ પાંચ જિલ્લાઓમાં નૈનીતાલ, બાગેશ્વર, ચંપાવત, પિથોરાગઢ અને ઉગમસિંહ નો સમાવેશ થાય છે.
#WATCH | A bridge at Jakhan river on Ranipokhari-Rishikesh highway collapses in Dehradun, Uttarakhand
District Magistrate R Rajesh Kumar says traffic on the route has been halted. pic.twitter.com/0VyccMrUky
— ANI (@ANI) August 27, 2021
ત્યારે છેલ્લા 48 કલાકમાં ભારે વરસાદના કારણે દેહરાદૂનમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મળતી માહિતી મુજબ ભારે વરસાદના કારણે રાની પોખરી પાસે દેહરાદુન-ઋષિકેશ વચ્ચેનો બ્રિજ તૂટી ગયો હતો.
બ્રિજ તૂટવાના કારણે અનેક વાહનો બ્રિજની સાથે નીચે પાણીમાં તણાઈ ગયું હતું. ટૂંક સમયમાં જ રોડ નદીમાં સમાઈ ગયો હતો. આ સમગ્ર ઘટના ખેરી ગામની છે.
મળતી માહિતી મુજબ ભારે વરસાદના કારણે રસ્તાઓનું ધોવાણ થઇ ગયું હતું અને અચાનક જ ભારે વરસાદના કારણે બ્રિજ તૂટી પડયો હતો.
આ સમગ્ર ઘટનાની જાણ થતા તાત્કાલીક રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. દેશમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ખૂબ જ મુશ્કેલી પડે છે.
એવામાં ઉત્તરાખંડમાં તો ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ ભુસ્ખલન જેવી ઘટનાઓ પણ જોવા મળી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો @ANI ન્યૂઝ ચેનલે પોતાના ટ્વિટર એકાઉન્ટમાં પોસ્ટ કર્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment