આપણે સૌ એ ઘટનાથી પરિચિત છીએ કે જે સુરતમાં 3 વર્ષ પહેલા બની કે જેમાં સરથાણાના તક્ષશિલા દુર્ઘટનામાં 22 નિર્દોષ બાળકો એ જીવ ગુમાવ્યા હતા. ત્યારે એ ઘટનામાં પોતાના જીવને જોખમમાં નાખી જતીન નાકરાણી 14 બાળકોના જીવ બચાવ્યા હતા અને ચોથા માળેથી કુદકો માર્યો હતો. જેના લીધે તેઓ પણ ઈજાના કારણે કોમામાં સરી પડયા હતા.
જતીનભાઈ નાકરાણી હાલ પણ ૩ વર્ષથી પથારીવશ જ છે. જેનાથી તેમની આર્થિક સ્થિતિ નબળી થઇ ગઇ છે જેના લીધે બેંકના હપ્તા પણ ભરાતા નથી તેથી ઘરને સીલ મારી દીધું હતું. જેનાથી તેનો પરિવાર આર્થિક સ્થિતિને લઈને ઠપ થઇ ગયો હતો. જતીન નાકરાણી 3 વર્ષથી પથારીવશ હોવાથી ધંધો રોજગાર પણ બંધ હતો.
જેની અસર સીધી આર્થિક સ્થિતિ પર પડી છે. એવામાં આ પરિવારને મદદ કરવા માટે સૌપ્રથમ ડાયમંડ industrial ફાઉન્ડેશનને જાણ થતાની સાથે જ એક વર્ષ ચાલે એટલું અનાજ કરીયાણાની કીટ પહોંચાડવામાં આવી. એટલું જ નહીં ડાયમંડ કરિયર ફાઉન્ડેશન, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, મારુતિ વીર જવાન યુવા ટીમ, યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ બિગ ફાઉન્ડેશન અને શહેરની અનેક સામાજીક સંસ્થાઓ સેવા સંસ્થાઓ દ્વારા તેના પરિવારને મદદ કરવામાં આવી રહી છે.
જેના થકી જતીન નાકરાણી ને નાની એવી મદદ કરવામાં આવે. જતીન નાકરાણીથી હવે કામ થઈ શકે તેમ નથી ત્યારે ઘણી એવી સંસ્થાઓએ ઘણા એવા રૂપિયાનું દાન પણ આપ્યું છે. જેમાં ડાયમંડ કરિયર ફાઉન્ડેશન 6 લાખ રૂપિયાનું દાન, શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા 5 લાખ રૂપિયાનો, કાઠીયાવાડી મિત્ર મંડળ દ્વારા 5 લાખ રૂપિયાનું અને બાઢડા ગામ ના સરપંચ તરફથી 1 લાખ રૂપિયાનું દાન કરીને પરિવારને આર્થિક મદદ કરવામાં આવી રહી છે.
તેમના પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ બની ગઈ હતી ત્યારે તેઓ પથારીવશ છે એવી જાણ માનવ મંદિર પરિવારના એક સભ્યને મળતાની સાથે જ તેમણે જ્યાં સુઘી તેઓ કાંઈ કામ કરવાની સ્થિતિમાં નહીં આવે ત્યાં સુધી દર મહિને 1111 રૂપિયા તેમને પરિવારને આપશે અને ઉદાર કામ કર્યું છે.
એટલું જ નહીં એ તક્ષશિલામાં જતીના નાકરાણીના ક્લાસમાં પાયલ જીયાણી નામની યુવતી આવતી જે ત્રણ મહિના પૂર્વે જ યુએસમાં સ્થાયી થઈ છે તેણે પણ તેના પહેલા પગારમાંથી 15000 રૂપિયા જતીન નાકરાણી ના પરિવારને આપી આર્થિક મદદ કરી છે જે ખૂબ જ ઉમદા કામ કહેવાય.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment