લગ્નના 24 દિવસ બાદ વરરાજાનું મૃત્યુ : રોડના કિનારે બાઈક પર બેઠેલા સાળા અને બનેવીને એક ટ્રેલરે લીધા અડફેટમાં – બંનેના કરૂણ મૃત્યુ…

Published on: 2:38 pm, Fri, 27 May 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં ટ્રેલર અને બાઈક વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બે યુવકોને પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર આ ગંભીર અકસ્માતની ઘટના ઉદયપુરના નેશનલ હાઇવે 48 પર જનપથ હોટલની આગળ બની હતી.

શ્યામલાલ આ નામનો યુવક પોતાના ભાઈ અને ભાઈના શાળા સાથે બાઈક પર કાગદર જઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં જનપથ હોટલ પાસે શ્યામ લાલા પોતાની બાઇક રોડની બાજુમાં પાર કરે છે અને કાંઈક સામાન લેવા માટે જાય છે. આ દરમિયાન શ્યામલાલનો ભાઈ અજય અને અજયનો સાળો ઈશ્વર બાઈક પર બેઠા હોય છે.

ત્યારે પુરપાટ ઝડપે ખેરવાડા તરફથી આવતા એક ટ્રેલર ચાલકે અજય અને ઈશ્વરને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ અકસ્માતની ઘટનામાં અજય અને ઈશ્વર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ બંનેને તાત્કાલિક સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ત્યારે ત્યાં હાજર ડોક્ટરે ઈશ્વરને મૃત જાહેર કર્યો હતો. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા અજય અને પ્રાથમિક સારવાર બાદ ઉદયપુર વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ અજયને લઈને ઉદયપુર પહોંચે તે પહેલા તો રસ્તામાં અજયનું કરુણ મૃત્યુ નીપજયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે બન્ને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. પોસમોટમ રિપોર્ટ આવ્યા બાદ બંનેના મૃતદેહ તેના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મૃત્યુ પામેલા અજયના લગ્ન ત્રણ મહિના રોજ થયા હતા.

અજયના લગ્ન થયા હોવાથી ઘરમાં લગ્નનું વાતાવરણ હતું. આ ઘટના બનતા જ પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ટ્રેલર ચાલક સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "લગ્નના 24 દિવસ બાદ વરરાજાનું મૃત્યુ : રોડના કિનારે બાઈક પર બેઠેલા સાળા અને બનેવીને એક ટ્રેલરે લીધા અડફેટમાં – બંનેના કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*